fbpx
રાષ્ટ્રીય

મૃતકના ઘરેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો

તમિલનાડુનાકોઈમ્બતુરમાં એક મંદિર પાસે ભયાનક વિસ્ફોટની ઘટના આવી સામે પોલીસ આ સિલિન્ડર બ્લાસ્ટમાં આતંકવાદી એંગલથી કરી રહી છે તપાસ

દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે તમિલનાડુના કોઈમ્બતુરમાં એક મંદિર પાસે ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. કારમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના ઘરેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે બાદ પોલીસે આતંકવાદીઓની કડીઓની તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટમાં જમીજા મુબીનનું મોત થયું છે. ૨૦૧૯ માં, આ જ વ્યક્તિની અગાઉ સેન્ટ્રલ એન્ટી ટેરરિઝમ એજન્સી દ્વારા કથિત ૈંજીૈંજી લિંક પર પૂછપરછ કરવામાં આવી હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ ઈરાદાપૂર્વક થયો હતો કે આકસ્મિક. પોલીસે મુબીનના ઘરમાંથી પોટેશિયમ નાઈટ્રેટ, એલ્યુમિનિયમ પાવડર, ચારકોલ અને સલ્ફર (દેશી બોમ્બ બનાવવા માટે વપરાતી સામગ્રી) પણ જપ્ત કરી છે. જાે કે, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે,

જેમાં પીડિત જમીજા મુબીન અને અન્ય કેટલાક લોકો વિસ્ફોટના થોડા કલાકો પહેલા તેમના ઘરમાંથી એક રહસ્યમય વસ્તુ લઈને જતા જાેવા મળે છે. પોલીસ મુબીનના સહયોગીઓની પૂછપરછ કરી રહી છે અને આ ઘટનામાં વધુ ધરપકડ થવાની શક્યતા છે. તમિલનાડુમાં ભાજપે આરોપ લગાવ્યો છે કે સિલિન્ડર બ્લાસ્ટ ૈંજીૈંજી સાથે મળીને આતંકવાદી કૃત્ય હતું. રાજ્ય ભાજપના વડા અન્નામલાઈએ કહ્યું, “કોઈમ્બતુર સિલિન્ડર બ્લાસ્ટ હવે ‘સિલિન્ડર બ્લાસ્ટ’ નથી રહ્યો. આ ૈંજીૈંજી લિંક સાથે સ્પષ્ટ આતંકવાદી કૃત્ય છે. શું જ્રઝ્રસ્ર્ં્‌ટ્ઠદ્બૈઙ્મહટ્ઠઙ્ઘે ખુલીને સામે આવશે અને તેને સ્વીકારશે? ્‌દ્ગ સરકાર આ માહિતી ૧૨ કલાકથી છુપાવી રહી છે. શું આ રાજ્યની ગુપ્તચર તંત્ર અને ડીએમકે સરકારની સ્પષ્ટ નિષ્ફળતા નથી?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/