fbpx
રાષ્ટ્રીય

દારુની બંધ બોટલમાંથી દેડકો નીકળતા જાેઇને ગ્રાહક ડર્યો

છત્તીસગઢના કોરબા જિલ્લામાં દારૂની બોટલમાંથી મૃત દેડકો મળી આવ્યો છે. તેનો વીડિયો પણ જાેરદાર વાઇરલ થઈ રહ્યો છે. એક ગ્રાહકે સ્થાનિક બજારમાં ચાલતી દેશી દારૂની દુકાનમાંથી દારૂ ખરીદ્યો હતો. બોટલમાં મરેલા દેડકાને જાેયા બાદ ગ્રાહકે દુકાનના સેલ્સમેનને ફરિયાદ કરી, ત્યારપછી તેને બીજી નવી દારૂની બોટલ આપવામાં આવી હતી. જેવો વ્યક્તિ દેડકાની બોટલ સાથે દારૂની દુકાને પહોંચ્યો કે તરત જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતી. દારૂની દુકાનના સેલ્સમેન અમિત રાઠોડે જણાવ્યું હતું કે ગ્રાહકે દેશી દારૂ ખરીદ્યો હતો અને પોતાના ઘરે લઈ ગયો હતો. આ પછી તેને ગ્રાહક પાસેથી બોટલમાં મૃત દેડકા મળી આવ્યો હોવાની વાત મળી હતી.

દારુની બોટલ ખરીદનાર વ્યક્તિ ઉતાવળમાં દુકાનમાંથી દારૂની બોટલ લઈ ગયો હતો. બાદમાં તેણે જ્યારે બોટલ જાેઈ તો તેના પણ હોશ ઉડી ગયા હતા. બોટલમાં એક મૃત દેડકો હતો. ગ્રાહક અન્ય કેટલાક લોકો સાથે દારૂની દુકાને પહોંચ્યા અને દારૂની બોટલમાં દેડકો હોવાની જાણ કરી હતી. સેલ્સમેને જણાવ્ચું હતું કે દારુની બોટલો વેરહાઉસથી આવે છે.જેને સ્કેન કર્યા પછી જ ગ્રાહકોને આપવામાં આવે છે. સેલ્સમેન અમિક રાઠાડે કહ્યું હતું કે આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે. હવે સવાલ એ છે કે દારુની બંધ બોટલમાં આ દેડકો આવ્યો ક્યાંથી? હાલ તો દારુના ગ્રાહકીની માગ છે કે આ ઘટનાની તપાસ સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા વિભાગે કરવી જાેઈએ. જાે બેદરકારી હોય તો તેની સામે કાર્યવાહી થવી જાેઈએ જેથી આવી ઘટના ફરી ના થાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/