fbpx
રાષ્ટ્રીય

એપ્પલની ઘડિયાળે બચાવ્યો મહિલાનો જીવ, ઘટના જાણીને સૌ કોઈ ચોંકી ગયા

એપ્પલ એક એકદમ લોકપ્રિય અને પ્રીમિયમ સ્માર્ટફોન કંપની છે, જેના પ્રોડક્ટ્‌સને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ મોંઘા ગેજેટ્‌સમાં ઘણા બધા અનોખા ફીચર્સ આવે છે જે સામાન્ય રીતે કોઇ બીજી કંપનીના ડિવાસીસમાં મળતા નથી. તમને જણાવી દઇએ કે એવું જ એક ગેજેટ એપ્પલ વોચ છે. આ ગેજેટની મદદથી ઘણા લોકોનો જીવ બચી ગયો છે. તાજેતરમાં જ એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં એક પતિએ ગુસ્સામાં આવીને પોતાની પત્નીને જીવતી દફન કરી દીધી અને પછી એપ્પલ વોચે કંઇક એવું કર્યું કે તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જશે. ડેઈલી મેઈલના એક રિપોર્ટ અનુસાર ૪૨ વર્ષીય મહિલા યોંગ સૂક અન(ર્રૂેહખ્ત ર્જીર્ા છહ)ને સેંત્ટલે (જીીટ્ઠંંઙ્મી) થી ૬૦ મીલ દૂર એક શહેરમાં તેમના પતિએ ગુસ્સામાં આવીને જીવતી દફનાવી દીધી. આ મહિલાને તેના પતિએ ચાકૂ માર્યું અને પછી મોંઢા પર ટેપ લગાવીને તેને જમીનમાં દફનાવી દીધી.

આ મહિલાએ પોતાનો જીવ એપ્પલ વોચના લીધે બચાવી લીધો.  રિપોર્ટ અનુસાર જ્યારે યોંગ સૂક અનને તેમના પતિએ દફનાવી દીધી તો પોતાનો જીવ બચાવવા માટે તેમને પોતાની એપ્પલ વોચનો ઉપયોગ કર્યો. કોઇપણ પ્રકારે તેમણે પોતાને જમીનની અંદરથી નિકાળી લીધી ત્યારબાદ એપ્પલ વોચની મદદથી ૯૧૧ ડાયલ કર્યો અને પોતાનું રેસ્ક્યૂ કરાવ્યું. પોલીસ મળી તો તેમણે કહ્યું કે મારા પતિએ મને મારવાનો પ્રયત્ન કર્યો છે.  પોલીસે જ્યારે આ મહિલાને બચાવી તો તેમણે જણાવ્યું કે મહિલાની હાલત ખૂબ જ ખરાબ હતી, તેમના ગરદન અને ગળું, ચહેરો અને પગ ડક્ટ ટેપ લાગેલી હતી અને વાળમાં ગંદકી હતી. એપ્પલ વોચે તેઅમ્ની ૨૦ વર્ષની પુત્રીને એક ઇમરજન્સી નોટિફિકેશન પણ મોકલ્યું પરંતુ પતિને ઘડીયાળ વિશે ખબર પડી ગઇ અને તેમને તેના પર હથોડો મારી દીધો. તમને જણાવી દઇએ કે પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. જ્યાં એપ્પલ વોચે લોકોનો જીવ બચાવ્યો છે. થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ૧૨ વર્ષની છોકરીને કેન્સરને એપ્પલ વોચ દ્વારા ડિડક્ટ કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/