fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં ભાઇબીજ પર ઘરની ચા પીતાં બે સગા ભાઇ સહીત ૪ લોકોના થયા મોત

ઉત્તર પ્રદેશના મેનપુરીમાં ભાઇબીજાના દિવસે એક ઘરમાં માતમ છવાઇ ગયો છે. ઘરમાં બનેલી ચા પીવાથી માસૂમ બે સગા ભાઇઓ સહિત ચાર લોકોના મોત થયા છે. સાથે જ ઝેરી ચા પીવાથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. માહિતી મળતાં ઔંચા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. જાેકે નગલા કન્હઇના એક ઘરમાં બનેલી ચાયે બે માસુમ બાળકો સહિત ચાર લોકોને મોતની ઉંઘ સુવડાવી દીધા હતા. અન્ય એકની હાલત ગંભીર છે. તેમને સૈફઇ રીફર કરવામાં આવ્યું છે. ગામ નગલા કન્હઇમાં શિવનંદનના ઘરે ગુરૂવારે સવારે ભાઇબીજની તૈયારી ચાલી રહી હતી. ફિરોજાબાદના રહેવાસી સાસુ રવિંદ્ર સિંહના ઘરે આવ્યા હતા.  તમામ લોકો ચા પીવા બેસ્યા હતા. ચા પીધા બાદ રવિન્દ્ર સિંહની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી.

તે બેભાન થઇને ઢળી પડી હતી. પરિવારજનો જ્યાં સુધી તેમને સંભાળે, ત્યાં સુધી શિવનંદનના છ વર્ષીય મોટા પુત્ર શિવાંગ અને પાંચ વર્ષીય પુત્ર દિવ્યાંશની હાલત બગડી ગઇ અને ઉતાવળમાં પરિવારજનો ત્રણેયને લઇને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા.  જ્યાં ડોક્ટરોએ રવિન્દ્ર સિંહ, શિવાંગ અને દિવ્યાંશને મૃત જાહેર કરી દીધા. તો બીજી તરફ શિવનંદન અને સોબરન સિંહની હાલત ગંભીર જણાતાં સૈફઇ રીફર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન સોબરનનું પણ મોત થયું છે. સમાચાર સાંભળતાં જ પરિવારજનોમાં માતમ છવાઇ ગયો. પ્રથમ દ્રષ્ટિએ ચા પત્તી રાખવાની જગ્યાએ કીટનાશક દવાનો ઉપયોગ થયો હોવાની વાત કહેવામાં આવી રહી છે. ચા પીધા બાદ જ તમામ લોકોની હાલત બગડી હતી. મળતી માહિતી અનુસાર ચા બનાવનાર મહિલાથી ચા પત્તીની જગ્યાએ કોઇ કીટનાશક પડી ગયું, જેના લીધે આ દુખદ ઘટના સર્જાઇ હતી. જાેકે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઝેરી ચા અને તેમાં નાખવાની વસ્તુઓ કબજે લઇને ફોરેન્સિક લેબ મોકલવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/