fbpx
રાષ્ટ્રીય

શું ઠાકરે જૂથ ભાજપની સામે રાખી રહ્યું છે સમાધાનનો પ્રસ્તાવ?!.. 

ઉદ્ધવ ઠાકરેના જૂથવાળી શિવસેનાના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લઈને લખાયેલા તંત્રીલેખની આજે રાજ્યની રાજનીતિમાં ખુબ ચર્ચા રહી છે. તંત્રીલેખમાં ફડણવીસને રાજ્યના રાજકારણમાં સર્જાયેલી કડવાશને ખતમ કરવા વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું ઠાકરે જૂથ ભાજપની સામે સમાધાનનો પ્રસ્તાવ રાખી રહ્યું છે. શું ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના ભાજપની સાથે સમજુતી કરવા ઈચ્છે છે?. ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં છપાયેલો તંત્રીલેખ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચામાં એટલે રહ્યો કારણ કે તેનાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને પાર્ટીઓ પોતાની દુશ્મની ખતમ કરી શકે છે. સામનાના તંત્રીલેખમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યની રાજનીતિમાં કડવાશનો અંત લાવવા વિનંતી કરવામાં આવી છે.

ભાજપ પ્રત્યે ઉદ્ધવ ઠાકરે જૂથનું આ વલણ ખરેખર રાજકીય વર્તુળોમાં ચોંકાવનારૂ લાગી રહ્યું છે. સામાન્ય રીતે સામનામાં તંત્રીલેખ, સામનાના કાર્યકારી એડિટર સંજય રાઉત લખતા હતા, પરંતુ હાલ તે પીએમએલએ કેસમાં જેલમાં છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે સામનામાં લખાયેલા આ તંત્રીલેખને પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ લખ્યો છે. સામનામાં છપાયેલા તંત્રીલેખની પાછળનો આધાર નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન છે, જે તેમણે પત્રકારોની સાથે દિવાળી મિલન સમારોહમાં આપ્યું હતું. જેમાં ફડણવીસે સ્વીકાર્યું કે મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ દુશ્મની જેવી થઈ ગઈ છે. આ દરમિયાન એક પત્રકારે ફડણવીસને પૂછ્યુ કે શું ભવિષ્યમાં શિવસેના ભાજપની સાથે આવી શકે છે? તેના પર ફડણવીસે જવાબ આપ્યો કે વર્તમાન સમયમાં તો લાગતું નથી પરંતુ હું તે જરૂર કહી શકુ કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે થયું તે પીડાદાયક છે.

શું ૨૦૧૯માં ભાજપ-શિવસેનામાં થયો હતો વિવાદ?.. વર્ષ ૨૦૧૯ના દિવાળી મિલન સમારોહમાં ભાજપ અને શિવસેનાના મતભેદો સામે આવ્યા હતા. તે સમયે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અને તેમણે પોતાના સત્તાવાર નિવાસ્થાન વર્ષામાં બપોરે પત્રકારોને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા હતા. સરકાર બનવાની બાકી હતી. સ્પષ્ટ હતું કે શિવસેના અને ભાજપની સરકાર બનશે. આ સમારોહમાં ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે અઢી વર્ષ મુખ્યમંત્રીનું કોઈ વચન આપ્યું નહોતું. આ જાણકારી મહારાષ્ટ્રમાં આગની જેમ ફેલાઈ ગઈ અને આ કારણે ઉદ્ધવે ભાજપનો સાથ થોડવાનો ર્નિણય કર્યો હતો.

હવે ૩ વર્ષ બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણા ઘટનાક્રમ થયા છે પરંતુ સવાલ તે છે કે ઉદ્ધવ ઠાકરેનું વલણ ભાજપને લઈને અચાનક નરમ કેમ પડ્યું છે. તે વાત બધા જાણે છે કે જૂન મહિનામાં શિવસેનામાં થયેલા બળવા પાછળ ભાજપનો હાથ હતો. તે આ વાત જાણે છે કે તેની પાર્ટીને જે નુકસાન પહોંચ્યું છે તેની ભરપાઈ આટલી જલદી થઈ શકે નહીં. જાે તેની ભરપાઈ કરવી પડશે તો જૂની વાતો ભૂલીને આગળ વધવુ પડશે. ઉદ્ધવ ઠાકરે જૂથની આ ભૂમિકાનું શિંદે કેમ્પ સ્વાગત કરી રહ્યું છે. પરંતુ ભાજપનું કહેવું છે કે તાળી બંને હાથે વાગે છે. તેવામાં જાે ઉદ્ધવ ઠાકરે ફડણવીસને દુશ્મની ખતમ કરવાનું કહી રહ્યાં હોય તો આ તેના પર પણ લાગૂ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/