fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના ગોંડામાં સારવાર માટે આવેલી મહિલા સાથે ડોકટરે બળાત્કાર કર્યો

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં સારવાર માટે આવેલી એક મહિલાને સારવારના બહાને ઉંઘના ઈન્જેક્શન આપીને ડોક્ટરે બળાત્કાર કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડોક્ટરે આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે વિસ્તારના લોકોને જાણ થતાં જ તેઓ રોષે ભરાયા હતા. લોકોએ પોલીસ પાસે આરોપી ડોકટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તણાવને જાેતા વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જિલ્લાની મેડિકલ ટીમે આરોપીનું ક્લિનિક જપ્ત કર્યું છે. મળતી માહિતી મુજબ, અજમલ નામનો વ્યક્તિ ખરગુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિસુનાપુર માર્કેટમાં ઝોલાછાપ ક્લિનિક ચલાવતો હતો. બુધવારે એક મહિલા તેના ક્લિનિકમાં સારવાર માટે ગઈ હતી. આ દરમિયાન આરોપી ડોકટર એ મહિલાને નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શનની અસરથી મહિલા થોડી જ વારમાં બેભાન થઈ ગઈ હતી.

આ પછી આરોપીએ તેની સાથે બળાત્કારબનું જઘન્ય કૃત્ય કર્યું હતું. આ સાથે આરોપીએ આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો હતો. ગુરુવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટનાની માહિતી મળતા સિટીના સીઓ લક્ષ્મીકાંત ગૌતમ પોલીસ ટીમ સાથે આરોપીના ક્લિનિક પર પહોંચ્યા હતા. પરંતુ, ત્યાં સુધીમાં તે ક્લિનિક બંધ કરીને ભાગી ગયો હતો. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે છેડતી અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બજાર બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપી તબીબ સામે કાર્યવાહીની માંગણી કરી હતી. પોલીસે તેના ક્લીનીકને સીલ કરી દીધી છે.

રોષે ભરાયેલા લોકો આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી રહ્યા છે. મોડી સાંજે પોલીસે આરોપી અજમલની ધરપકડ કરી હતી. ડૉક્ટરના ક્લિનિકમાં તપાસ દરમિયાન અનેક પ્રકારની નશીલી દવાઓ મળી આવી હતી. ડેપ્યુટી સીએમઓ ડો ટીપી જયસ્વાલની આગેવાની હેઠળની ટીમ તપાસ કરવા પહોંચી અને આરોપીના ક્લિનિકમાં ક્લોરોડિયાઝા ટેબ્લેટ, ડાયઝેપામ ઈન્જેક્શન, હોર્મોનલ ઈન્જેક્શન સહિત ઘણી પ્રતિબંધિત દવાઓ મળી આવી. તપાસ ટીમે ક્લિનિકને જપ્ત કરી લીધું છે. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ અલગથી હ્લૈંઇ દાખલ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/