fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં યુવકે તેના માતા-પિતા અને ૨ પુત્રોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી

રાજસ્થાનના જાેધપુર જિલ્લાના લોહાવટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં દારૂડિયા યુવકે તેના માતા-પિતા અને પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી. યુવકનું તાંડવ અહીંથી અટક્યું નહીં. તે પછી તેણે તેના બીજા પુત્રને જીવતો ટાંકીમાં ફેંકી દીધો. ચારેયની હત્યા કર્યા બાદ પોતે પણ પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસ પણ પાંચ મૃતદેહ જાેઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસ અધિક્ષક અનિલ કાયાલે જણાવ્યું કે આ ઘટના એક દિવસ પહેલા ગુરુવારે રાત્રે લોહાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પીલવા ગામના વિશ્નોઈની ધાનીમાં બની હતી. ત્યાં ખેતર, ઘર અને પાણીના ટાંકામાંથી કુલ પાંચ મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિશ્નોઈ કી ધાનીનો રહેવાસી ૩૮ વર્ષીય શંકર વિશ્નોઈ તેના માતા-પિતા સાથે ખેતરમાં રહેતો હતો. તે ડ્રગ્સનો વ્યસની હતો.

તેની ડ્રગની આદતથી પરિવાર પરેશાન હતો. તેની ડ્રગની આદતને કારણે પરિવારજનો તેને અવારનવાર ટોકતા હતા. આ કારણે તે પરિવારના સભ્યો સાથે ગુસ્સે થતો હતો. ગુરુવારે રાત્રે તેણે લીંબુ પાણીમાં ઊંઘની ગોળીઓ ભેળવીને બધાને પીવડાવી હતી. ત્યાર બાદ આખો પરિવાર રાત્રે સૂઈ રહ્યો હતો. ત્યારબાદ શંકરે ઘરથી લગભગ ૧૨૫ મીટર દૂર ખેતરમાં સૂઈ રહેલા તેના ૫૫ વર્ષીય પિતા સોનારામની કુહાડી વડે હત્યા કરી હતી. જે બાદ તે ઘરે આવ્યો હતો. ત્યાં તેણે તેની માતા ચંપાદેવી અને તેની પાસે સૂઈ રહેલા તેના ૧૨ વર્ષના પુત્ર લક્ષ્મણને કુહાડીના ઘા મારીને મારી નાખ્યો હતો. શંકરે બધી લાશને પાણીના ટાંકામાં નાખી દીધી. જે બાદ તેણે તેની પત્ની સાથે સૂઈ રહેલા તેના સૌથી નાના પુત્ર દિનેશને પણ પાણીમાં ફેંકી દીધો હતો.

માતા-પિતા અને બંને પુત્રોની હત્યા કર્યા બાદ શંકર પડોશમાં રહેતા તેના મામાના ઘરે ગયો હતો. ત્યાં તેણે પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે આસપાસના લોકોને જાણ થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરી. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પુરાવા એકત્ર કરવા એફએસએલ ટીમને બોલાવી હતી. આ પછી મૃતદેહોને હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. સૂત્રોનું માનીએ તો આ સમગ્ર ઘટના દરમિયાન શંકરના ભાઈનો પરિવાર પણ તેમના રૂમમાં સૂતો હતો. તેનો રૂમ અંદરથી બંધ હતો. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. પોલીસ હત્યા અને આત્મહત્યાની આ ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/