fbpx
રાષ્ટ્રીય

ઋષિ સુનકની સાસુએ શંભાજી ભિડેના કર્યા ચરણસ્પર્શ,સોશિયલ મીડિયા પર હોબાળો

લેખિકા અને બિઝનેસમેન નારાયણમૂર્તિની પત્ની સુધા મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ હિન્દુત્વવાદી નેતા શંભાજી ભિડેના ચરણસ્પર્શ કરતી દેખાય છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે. એક મહિલા પત્રકારને બિંદી નહીં લગાવવા પર વાત કરવાની ના પા઼ડનારા શંભાજી ભીડે છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે. આ મામલે શંભાજી ભિડેને મહારાષ્ટ્ર મહિલા આયોગે નોટિસ પણ ફટકારી છે. સોશિયલ મીડિયા પર સુધા મૂર્તિ ચરણસ્પર્શ કરતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ એક પ્રમોશનલ ઈવેન્ટ છે. સુધા મૂર્તિ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પોતાના પુસ્તકનું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેઓ શંભાજી ભિડેને મળ્યા અને તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પણ લીધા હતા. હવે તેના પર વિવાદ છંછેડાયા બાદ સુધા મૂર્તિના એક સહાયકે કહ્યું કે, તે જાણતી પણ નથી કે સંભાજી ભિડે કોણ છે.

તેમણે એક વૃદ્ધને જાેયા અને સન્માન તરીકે ચરણસ્પર્શ કર્યા. આપને જણાવી દઈએ કે, સુધા મૂર્તિના જમાઈ ઋષિ સુનક છે, જે હાલમાં બ્રિટનના વડાપ્રધાન બન્યા છે. હકીકતમાં આ ઘટના પર વિવાદ એટલા માટે થયો કેમ કે અમુક અકાઉન્ટ પર દાવો કરતા આ વીડિયો શેર કર્યો કે, સુધા મૂર્તિ પર પ્રેશર નાખવામાં આવ્યું હતું કે, તે શંભાજી ભિડે સાથે મુલાકાત કરે. વીડિયો સામે આવ્યા બાદ મેહતા પબ્લિશિંગ હાઉસની સંપાદકીય હેડ યોજના યાદવની એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ ગઈ. યોજના યાદવે પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે, પોલીસના કહેવા પર સુધા મૂર્તિએ શંભાજી ભિડે સાથે મુલાકાત કરી હતી. શંભાજી ભિડે અને તેમના સમર્થક આ આયોજનમાં કોઈ પણ આમંત્રણ વિના પહોંચ્યા હતા.

પણ પોલીસે સુધા મૂર્તિને આગ્રહ કર્યો કે, તે ભિડે સાથે મુલાકાત કરે, તે પોતાના સમર્થકો સાથે ઓડિટોરિયમની બહાર રાહ જાેઈ રહ્યા હતા. યોજના યાદવે કહ્યું કે, ભિડે સાથે મળવાનું પ્રેશર એટલું હતું કે, રીડર્સ સાથે વાતચીત અધવચ્ચેથી છોડીને સુધા મૂર્તિ નિકળી ગયા હતા. તેઓ નહોતા જાણતા કે ભિડે કોણ છે. એટલા માટે તેમણે મને તેમની ઉંમર પૂછી. ત્યાર બાદ વૃદ્ધ હોવાના નાતે તેમના ચરણસ્પર્શ કર્યા અને પ્રણામ કર્યા. યોજના યાદવે કહ્યું કે, સુધા મૂર્તિએ મને કહ્યું હતું કે, શંભાજી ભિ઼ડે તેમની સાથે લગભગ દોઢ કલાક વાત કરવા માગતા હતા, પણ તેઓ એવી કહીને નિકળી આવ્યા કે, તેમની પાસે દોઢ મીનિટથી વધારે સમય નથી. યોજના યાદવે ક્હ્યું કે, મેં તે જ સમયે સુધા મૂર્તિને કહ્યું હતું કે આ મુલાકાતનો બાદમાં પ્રોપેગેંડા તરીકે ઉપયોગ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/