fbpx
રાષ્ટ્રીય

કિંગ ચાર્લ્સ અને ક્વિન કેમિલા પર દેખાવકારોએ ઈંડા ફેંક્યા, પોલીસે ધરપકડ કરી

કિંગ ચાર્લ્સ અને તેમની પત્ની ક્વિન કૈમિલા પર ઈંડું ફેંકવાનો મામલો સામે આવ્યા પછી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્કાઈ ન્યુઝના રિપોર્ટ મુજબ કિંગ ચાર્લ્સ અને તેમની પત્ની યોર્કમાં એક પારંપરિક સમારંભમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડમાં હાજર એક દેખાવકારે તેમની પર ઈંડું ફેંક્યું હતું. આ ઘટનામાં કિંગ ચાર્લ્સ અને તેમની પત્નીને કોઈ ઈજા થઈ નથી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દેખાવ કરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ક્વિન એલિઝાબેથના નિધન પછી કિંગ ચાર્લ્સ તૃતીય બ્રિટનના નવા કિંગ બન્યા છે.

હાલ કિંગ ઉત્તરી ઈંગ્લેન્ડના બે દિવસીય પ્રવાસે છે. બીજી તરફ બ્રિટનના મહારાજા ચાર્લ્સ તૃતીયએ મહારાણી એલિથાબેથના ૧૪ ઘોડાઓને વેચીને એક મિલિયન પાઉન્ડ એટલે કે સાડા નવસો કરોડની કમાણી કરી છે. ૮ સપ્ટેમ્બરે મહારાણીના નિધન પછી રાણીના૩૭ ઘોડા તેમને વારસામાં મળ્યા હતા. રાણીને ઘોડાની રેસિંગમાં ખૂબ જ રસ હતો. જ્યારે તે ૪ વર્ષના હતા, ત્યારે તેમણે પ્રથમ ઘોડો ખરીદ્યો હતો. તે એસ્ટીમેટની સાથે ૨૦૧૩માં રોયલ એસ્કોટમાં ગોલ્ડ કપ જીતનારી પ્રથમ શાસક બની હતી. બ્રિટિશ ન્યુઝ પેપર ધ સનના રિપોર્ટ અનુસાર, કિંગ ચાર્લ્સે ન્યુમાર્કેટમાં ટેટરસોલના વેચાણમાં ઘોડાને વેચવાની પોતાની માતાની પરંપરા ચાલુ રાખી છે. તેમણે કુલ ૧૪ ઘોડો વેચ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/