fbpx
રાષ્ટ્રીય

અમેરિકાની ધમકીની પરવા કર્યા વગર ભારતે મિત્ર દેશ પાસેથી ક્રૂડ ઓઈલ આયાત કર્યું

આમ તો આઝાદી બાદથી જ રશિયા ભારતનો સૌથી મોટો રક્ષા આપૂર્તિકર્તા અને ભરોસાપાત્ર સાથી રહ્યો છે. અમેરિકાની કોઈ પણ ધમકીની પરવા કર્યા વગર ભારતે પોતાના પરંપરાગત સહયોગી મિત્ર દેશ રશિયાનો સાથ નિભાવતા તેની પાસેથી ખુબ ક્રૂડ ઓઈલ પણ આયાત કર્યું આમ છતાં રશિયા પોતાના આ ખાસ મિત્ર ભારતની એક વાત માનવા તૈયાર નથી. જે વેપારને લઈને જાેઈએ તો સારા સમાચાર કહી શકાય નહીં. જાણકારોનું માનવું છે કે ભારત અને રશિયા વચ્ચે પોતાની મુદ્રામાં વેપાર કરવા અંગે અનેકવાર સાર્થક ચર્ચા થઈ હતી. ખાસ કરીને તેલની ખરીદી અંગે કહેવામાં આવી રહ્યું હતું કે ભારત રશિયાને ડોલરની જગ્યાએ રશિયાની મુદ્રા રૂબલમાં ચૂકવણી કરી શકે છે. રશિયા પાસેથી સસ્તું અને સારું ઓઈલ મળવાના આશ્વાસન પર રશિયાનું યુક્રેન સાથે ચાલી રહેલું યુદ્ધ છતાં ભારત મહિનાઓથી રશિયાનું ઓઈલ સતત આયાત કરી રહ્યું છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે ભારતીય ઓઈલ કંપનીઓ અત્યાર સુધી ડોલરમાં જ રશિયાને પૈસા ચૂકવી રહી છે.

જાે કે આ બધા વચ્ચે રશિયા તરફથી હવે યુરો ને દિરહામ કરન્સીમાં પણ કારોબાર જરૂર વધારવામાં આવી રહ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ રશિયા હજુ પણ ભારતીય કરન્સી રૂપિયામાં ભારત સાથે વેપાર કરવા માટે તૈયાર નથી. તેનું કારણ બંને દેશોના વેપારમાં મોટા પાયે વધી રહેલું અસંતુલન છે. જ્યારે બીજી બાજુ ભારતીય ઓઈલ ઈમ્પોર્ટર્સનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જે આ વર્ષ જુલાઈમાં રૂપિયા-રૂબલમાં વેપાર કરવાની વ્યવસ્થા બનાવી હતી પરંતુ તેના દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારની શરૂઆત કરવામાં આવી નથી. આ રિપોર્ટ મુજબ આપણું રશિયાને નિકાસ ઓછું અને આયાત વધુ છે. આવામાં રૂપિયામાં ચૂકવણી શરૂ થઈ તો સપ્લાયરો પાસે રૂપિયાની કરન્સી વધુ રહેશે અને તેમને ખબર નહીં પડે કે તેઓ તેનું શું કરે.

રૂપિયા-રૂબલ વેપાર માટે જરૂરી છે કે ભારત પણ રશિયાને વધુમાં વધુ સામાન વેચે. તો જ રશિયા રૂપિયાનો ઉપયોગ કરી શકશે. સૂત્રોના જણાવ્યાં મુજબ રશિયા તરફથી ભારતીય વેપારીઓને યુરો અને દિરહામમાં પણ પેમેન્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આવામાં એક અધિકારીએ કહ્યું કે અમે બીજાની કરન્સી કેમ મજબૂત કરીએ. એટલે કે ભારત સરકારનું નાણા મંત્રાલય જ નક્કી કરશે કે દેશહિતમાં કઈ કરન્સીમાં ઓઈલ ઈમ્પોર્ટ કરવું યોગ્ય રહેશે. વિદેશમંત્રી જયશંકર કહી ચૂક્યા છે કે જ્યાંથી ભારતને ફાયદો થશે ત્યાંથી જ ઓઈલની ખરીદી કરાશે. બીજી બાજુ અમેરિકા અને યુરોપના મોટા દેશ રશિયા પર આર્થિક પ્રતિબંધ વધારી રહ્યા છે. જેથી કરીને તે દબાણમાં આવે. આવામાં હવે જાેવાનું એ રહેશે કે રશિયા ભારતના ચલણમાં વેપારને પ્રોત્સાહન ક્યારે આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/