fbpx
રાષ્ટ્રીય

ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ!!..

ભારતે પ્રજાસત્તાક દિવસ ૨૦૨૩ના ભવ્ય સમારોહ માટે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ મોકલ્યું છે. વર્ષ ૨૦૧૪થી ઈજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન અલ સિસિને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને અરબ વર્લ્ડ બંને માટે ભારતની સમાન પહોંચ તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ વર્ષે બંને દેશોએ રાજનયિક સંબંધોની ૭૫મી વર્ષગાંઠ ઉજવી હતી. જ્યારે ભારત ઈજિપ્ત સાથે પોતાના રાજનીતિક અને સૈન્ય સંબંધ સતત વધારી રહ્યું છે. આ વાતોને ધ્યાનમાં રાખતા ભારત તરફથી ૨૦૨૩ના ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શું તમે જાણો છો ઈજિપ્તનું મહત્વ?… ઈજિપ્ત અરબ જગતનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. આ સાથે જ ઈજિપ્ત આફ્રિકામાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે.

આવામાં રાષ્ટ્રપતિ અલ સિસી માટે રેડ કાર્પેટ બિછાવવાથી એ સંકેત મળે છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત-ઈજિપ્ત વચ્ચેના સંબંધો પર ખાસ ભાર આપવામાં આવશે. આગામી વર્ષે થનારા જી-૨૦ શિખર સંમેલન માટે જે દેશોને આમંત્રણ મોકલાયું છે તેમાં આ ઉત્તર આફ્રિકન દેશ પણ સામેલ છે. થોડા સમય પહેલા ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાની ઈજિપ્ત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશો પણ સોંપ્યો હતો. આવું બીજીવાર બન્યું છે કે જ્યારે મોદી સરકાર તરફથી ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈ આફ્રિકન દેશના નેતાને આમંત્રણ અપાયું છે. નોંધનીય છે કે ભારત આફ્રિકાની સાથે સંબંધ વધારવા માટે ઈચ્છુક રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/