fbpx
રાષ્ટ્રીય

ઠંડી આવતા રખડતા કૂતરાંઓનો ત્રાસ કેમ વધવા લાગ્યો? કેમ આક્રમક બની રહ્યા છે?…

રખડતા કૂતરાના આતંકની દેશમાં દરરોજ સાડા ચાર હજારથી વધારે ઘટના બનતી રહે છે. રખડતા કૂતરાં જ નહીં પરંતુ પાળેલા પણ આક્રમક બની રહ્યા છે. નોઈડામાં નવી પોલિસી લાવવામાં આવી છે. હવે ત્યાં જાે પાળતુ શ્વાન જાે કોઈને કરડે તો માલિકને ૧૦ હજાર રૂપિયાનો દંડ તો આપવો જ પડશે. સાથે જ પીડિતની તમામ સારવારનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. ગુરુગ્રામમાં પણ શ્વાનની ૧૧ પ્રજાતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે ૨૬ જુલાઈએ લોકસભામાં સરકારે રખડતા કૂતરાના કરડવાની ઘટનાઓના આંકડા આપ્યા હતા. સરકારના આંકડા પ્રમાણે દેશમાં ૨૦૧૯માં રખડતા કૂતરા કરડવાની ૭૨.૭૭ લાખ ઘટનાઓ બની હતી. જાેકે ૨૦૨૦માં તે ઘટીને ૪૬.૩૩ લાખ થઈ. ૨૦૨૧માં તો તે ૧૭ લાખની આસપાસ પહોંચી ગઈ.

પરંતુ આ વર્ષે જુલાઈ સુધી ૧૪.૫૦ લાખ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જાે આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો રખડતા કૂતરા કરડવાની ઘટના ૨૦ લાખની ઉપર પહોંચી શકે છે. આંકડા પ્રમાણે આ વર્ષે રખડતા કૂતરા કરડવાની સૌથી વધારે ઘટનાઓ તમિલનાડુમાં ૨.૫૧ લાખ નોંધાઈ છે. આ સિવાય મહારાષ્ટ્રમાં ૨.૩૧ લાખ, પશ્વિમ બંગાળમાં ૧.૩૩ લાખ, આંધ્ર પ્રદેશમાં ૧.૧૫ લાખ ઘટનાઓ નોંધાઈ છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં ૨૦૧૯માં ૨૦.૨૩ લાખ ઘટનાઓ નોંધાઈ હતી. તે આ વર્ષે જુલાઈ સુધી ઘટીને ૭૧૮૦ પર આવી ગયો છે. પરંતુ રખડતા કૂતરાના કરડવાની ઘટનાઓ એકાએક કેમ ઓછી થઈ ગઈ?. જવાબ છે ૨૦૨૦ અને ૨૦૨૧નો મોટાભાગનો સમય કોરોનાના લોકડાઉન કે અનેક પ્રતિબંધોમાં પસાર થયો. આ દરમિયાન લોકો પણ ઘરની બહાર બહુ ઓછા નીકળ્યા. પ્રતિબંધો દૂર થતાં હુમલા પણ વધવા લાગ્યા.

દેશમાં રખડતા કૂતરાના આતંકને જાેતાં સુપ્રીમ કોર્ટે ૧૨ ઓક્ટોબરે એનિમલ વેલફેર બોર્ડ પાસે સૌથી વધારે રખડતા કૂતરાની ત્રસ્ત રાજ્ય અને મુખ્ય શહેરોના ૭ વર્ષના આંકડા માગ્યા હતા. આ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૧માં રખડતા કૂતરા સહિત અન્ય પશુઓએ દૈનિક ૧૯,૯૩૮ લોકો પર હુમલો કર્યો કે તેમને ઈજા પહોંચાડી. દર ૫ વર્ષે ગાય-ભેંસ અને રખડતા પશુની ગણતરી થાય છે. છેલ્લે ૨૦૧૯માં ગણતરી કરવામાં આવી હતી. દેશમાં રખડતા કૂતરાની સંખ્યા ૧.૫૩ કરોડ છે. ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૯માં કૂતરા રખડતા કૂતરાની સંખ્યામાં ઘટાડો થયો. ૨૦૧૨માં રખડતા કૂતરાની વસ્તી ૧.૭૧ કરોડથી વધારે હતી. આ રખડતા કૂતરાને જાે રસી આપવામાં ન આવે અને તે જાે કોઈને કરડે તો તેમને રેબીઝ થવાનું જાેખમ વધી જાય છે.

દેશમાં રેબીઝના ૯૬ ટકા કેસ રખડતા કૂતરા કરડવાથી સામે આવે છે. ભારતમાં રખડતા કૂતરાનો આતંક વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં કેટલાંક સમયમાં દુનિયાભરમાં રેબીઝના કેસ વધતા જાય છે. જ્યારે ૯૯ ટકા લોકોને આ બીમારી રખડતા કૂતરા કરડવાથી થઈ રહી છે. ઉૐર્ંના મતે દર વર્ષે દુનિયામાં રેબિઝથી જેટલા મોત થાય છે. તેમાંથી ૩૬ ટકા મોત માત્ર ભારતમાં થાય છે. એટલે રેબિઝથી થનારા મોતમાં દર ૧૦૦માંથી ૩૬ મોત ભારતમાં થાય છે. ઉૐર્ંનું અનુમાન છે કે ભારતમાં દર વર્ષે રેબિઝથી ૨૦ હજારથી વધારે લોકોના મોત થાય છે. સરકારે ૨૦૩૦ સુધી ભારતને રેબિઝ-ફ્રી બનાવવાનો ટારગેટ સેટ કર્યો છે. પરંતુ ભારતમાં રેબિઝને લઈને વેક્સીનેશન હજુ સુધી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/