fbpx
રાષ્ટ્રીય

દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સનું ડીઝલ ખુટ્યું, લોકોએ ધક્કા મારી સ્ટાર્ટ કરી, ત્યાં દર્દીનું થયું મોત

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ૧૦૮ જીવન વાહિનીની લાપરવાહીથી એક દર્દીનું તડપીને મોત થઈ ગયું છે. હકીકતમં દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તામાં ડીઝલ ખતમ થતાં બંધ પડી ગઈ હતી. ડ્રાઈવરે દર્દીના પરિવારને ૫૦૦ રૂપિયા આપીને ડીઝલ લેવા મોકલ્યો. પરિવારના લોકો બાંસવાડાથી ડીઝલ લઈને પાછા આવ્યા. ડીઝલ નાખ્યા બાદ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ જ ન થઈ. તેના પર ડ્રાઈવરે પરિવારના લોકોને ધક્કા મારવા કહ્યું. તેમ છતાં પણ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થઈ નહીં. બાદમાં બીજી એમ્બ્યુલન્સથી દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યો. જાે કે, ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ગયું હતું અને દર્દીનું મોત થઈ ગયું. હકીકતમાં જાેઈએ તો, દાનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ધોડી તેજપુરના ભાનપુર ગામનો છે. તેજપાલે પોતાની દિકરીના લગ્ન ભાનપુર ગામાં કર્યા હતા. તે દીકરીને મળવા માટે શુક્રવારે ભાનપુર આવ્યા હતા, જ્યાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

દીકરીના સાસરિયાવાળાઓએ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી, જાે કે, એક કલાકે તો એમ્બ્યુલન્સ આવી. એમ્બુયલન્સ તેજપાલને લઈને બાંસવાડા જઈ રહી હતી. પણ રસ્તામાં અધવચ્ચે ડીઝલ ખતમ થઈ ગયું. તેના પર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેજપાલના પરિવારને ૫૦૦ રૂપિયા આપીને ડીઝલ લેવા માટે મોકલ્યા. પરિવારના લોકો બાંસવાડાથી ડીઝલ લેવા ગયા અને પાછા આવ્યા બાદ ડીઝલ નાખી ગાડી સ્ટાર્ટ કરી પણ ચાલું ન થઈ, તો પરિવારના લોકો પાસે ધક્કા મરાવ્યા. આખરે ડ્રાઈવરે બીજી એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલે પહોંચાડ્યા, ત્યા સુધીમાં દર્દીનું મોત થઈ ગયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/