fbpx
રાષ્ટ્રીય

અદાણી ગ્રુપે ૫૦૬૯ કરોડની બોલી લગાવી ધારાવીને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ જીત્યો

દેશના કોમર્શિયલ કેપિટલ મુંબઈના પ્રાઈમ લેન્ડમાં આવેલ ધારાવી સ્લમને રિડેવલપ કરવાની બોલી ગૌતમ અદાણીની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ જીતી લીધી છે. ધારાવીના સ્લમ એરિયાની ગણતરી સૌથી મોટા સ્લમ એરિયા તરીકે થાય છે. અદાણી રિયલ્ટીએ ડીએલએફ જેવી દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપનીને પાછળ રાખી ૫૦૬૯ કરોડ રૂપિયાની બોલી લગાવીને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પ્રાપ્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઓક્ટોબર મહિનામાં નવેસરથી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કર્યું હતું. જેમાં અદાણી રિયલ્ટી ઉપરાંત ડીએલએફ અને મુંબઈના જ શ્રી નમન ડેવલપર્સે પ્રોજેક્ટ મેળવવા માટે બોલી લગાવી હતી. ગ્લોબલ કંપનીઓએ મળીને કુલ ૮ કંપનીઓના પ્રોજેક્ટ પ્રાપ્ત કરવા માટે બોલી લગાવી હતી.

ધારાવી રિડેવલપેમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું કે, અદાણીના સૌથી વધારે ૫૦૬૯ કરોડ રૂપિયાની બોલી લગાવી. જ્યારે ડીએલએફે ૨૦૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તેમણે જણાવ્યું કે, ટેક્નિકલ કારણોને લઈને શ્રી નમન ડેવલપર્સની બોલીને ખોલવામાં આવી નહોતી. હવે અદાણીની બોલીને રાજ્યના સચિવોની કમિટી પાસે મોકલી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર કોઈ પણ કંપની સાથે ભાગીદારી કરીને ધારાવી સ્લમ એરિયાને રિડેવલપ કરવા માગે છે. જેમાં લીડ પાર્ટનર પાસે ૪૦૦ કરોડ રૂપિયાની સાથે સાથે ૮૦ ઈક્વિટી હશે, જ્યારે રાજ્ય સરકાર પાસે ૨૦ ટકા ઈક્વિટી રહેશે. આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટથી ઝુપડામાં રહેતા લોકોને ફાયદો થશેે અને મુંબઈ શહેરના શાનદાર બનાવામાં મદદ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/