fbpx
રાષ્ટ્રીય

પંજાબના સંગરૂરમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસ તરફથી કરવામાં આવ્યો લાઠીચાર્જ

પંજાબના સંગરૂરમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસ તરફથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. પોતાની માંગોને લઈને સંગરૂરમાં મુખ્યમંત્રી આવાસ આગળ પહોંચાલા ખેડૂતો પર પોલીસે જાેરદાર લાઠીચાર્જ કર્યો છે. કેટલાક ખેડૂતોને ઈજા પણ થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોની સાથે-સાથે ખેતરમાં કામ કરનાર મજૂરો પણ પ્રદર્શન કરી રહ્યાં હતા. પ્રદર્શન કરી રહેલા કિસાનો અને મજૂરોની બે મુખ્ય માંગો છે. કિસાન રહેવા અને મકાન બનાવવા માટે પ્લોટ આપવાની માંગ કરી રહ્યાં છે. તો તે પાક્કો રોજદાર આપવાની માંગ પણ કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે મનરેગા અને ખેતરોમાં કામ કરવા પર તેમને દરરોજ વળતર મળતું નથી. તેવામાં કિસાન અને મજૂર તે માંગોને લઈને પ્રદર્શન કરી રહ્યાં હતા. આ દરમિયાન ખેડૂતોએ રસ્તામાં ટ્રક લગાવી દીધા હતા. પરંતુ પોલીસકર્મી મોટી સંખ્યામાં હાજર હતા. જ્યારે ખેડૂતો અને કિસાનો વચ્ચે વાત બની નહીં તો રસ્તો ખોલાવવાની સાથે ટ્રક હટાવવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

પોલીસે ઘણઆ કિસાનોને કસ્ટડીમાં લીધા છે. લાઠીચાર્જમાં ઘણા ખેડૂતોને ઈજા પણ થઈ છે. તો પોલીસનું કહેવું છે કે તેમની પાસે લાઠીચાર્જ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પોલીસે કહ્યું કે ખેડૂતો જે રીતે હાઈવેને જામ કરી બેઠા હતા, તે રસ્તો ખોલાવવો જરૂરી હતો. પરંતુ ખેડૂતો માની રહ્યાં હતા નહોતા. તેવામાં પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસે કહ્યું કે, લાઠીચાર્જ પહેલા ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પંજાબમાં સતત અલગ-અલગ જગ્યાઓ પર કિસાનો પોતાની માંગને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. તેવામાં બુધવારે પોલીસે કિસાનોના પ્રદર્શન પર આક્રમક વલણ અપનાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/