fbpx
રાષ્ટ્રીય

સરકારી કાર્યક્રમોમાં માંસાહારી ભોજન પર મુકાશે પ્રતિબંધ!.. સંસદમાં બિલ આ સાંસદ લાવશે

સંસદનું શિયાળુ સત્ર આગામી અઠવાડીયાથી શરુ થવા જઈ રહ્યું છે અને ગત વખતની માફક આ વખતે પણ સંસદ જાેરદાર રહેવાના અણસાર છે. સાથે જ કેટલાય મહત્વના બિલ પણ સંસદમાં રજૂ થાય તેવી શક્યતા છે. તમામ સરકારી કાર્યક્રમોમાં માંસાહારી ભોજન પર રોક લગાવાનું બિલ અને પ્રાઈવેટ સેક્ટરમાં લાંચને રોકવાની માગ કરનારું પ્રાઈવેટ મેમ્બર બિલ યાદીમાં સામેલ છે. જેના પર સંસદના આગામી સત્રમાં ચર્ચા થવાની છે. લોકસભાની નોટિફિકેશન અનુસાર, આ સત્રમા સભ્યોના કુલ ૨૦ બિલ ચર્ચા માટે લિસ્ટ કર્યા છે. જ્યારે મોટા ભાગના પ્રાઈવેટ મેમ્બર બિલ મામૂલી ચર્ચા બાદ રદ થઈ જાય છે. આઝાદી બાદ અત્યાર સુધીમાં ફક્ત ૧૪ બિલ જ આવી રીતે પાસ થયા છે.

છેલ્લે ૧૯૭૦માં કોઈ પ્રાઈવેટ બિલને મંજૂરી આપી હતી. હિન્દુસ્તાન ટાઈમના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દિલ્હીથી ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહે ઓફિશિયલ ગવર્નમેન્ટ મીટિંગ્સ એન્ડ ફંક્શન બિલને સૂચિબદ્ધ કર્યું છે. પરવેશના જણાવ્યા અનુસાર, જર્મનીના પર્યાવરણ મંત્રાલયે સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં માંસાહારી ભોજન પર બેન લગાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે, કેમ કે તેની જળવાયું અને ગ્લોબલ વોર્મિંગ પર બહું મોટી અસર થાય છે. ભારતમાં આપણે નોનવેજ ખાવાથી દૂર જવાની શરુઆત કરી શકીએ છીએ. સાથે જ ભાજપે સાંસદે એવું પણ કહ્યુ છે કે, આ બિલ સામાન્ય લોકોને નોન વેજ ખાવા પર પ્રતિબંધની માગ નથી કરતું. પણ કમસે કમ સરકાર તરફથી, આપણા સ્થાયી ખાદ્ય સિસ્ટમ અને જળવાયું અનુકૂળ જીવન શૈલીની દિશામાં એક ડગલું આગળ વધી શકીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/