fbpx
રાષ્ટ્રીય

સરકારે અહીં કાયદો બનાવવાની કરી તૈયારી, લગ્ન વિના સંબંધો બાંધનારને થશે સજા!

ઇન્ડોનેશીયાની સંસદ એક નવો ક્રિમિનલ કોડ લાગુ કરવા જઇ રહી છે. જે આ મહિને પસાર થઈ શકે છે. જેમાં લગ્ન વિના કે લગ્ન પહેલા બંધવામાં આવતા શારીરિક સંબંધને ગુનો માનવમાં આવશે અને એક વર્ષ સુધીની જેલ થઈ શકે તેવી જાેગવાઈ કરવામાં આવી શકે છે. જે વ્યક્તિ પોતાના પતિ કે પત્ની ન હોય તેવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધશે તેને એક વર્ષ સુધીની સજા અથવા કેટેગરી ૨ સુધીનો દંડ થઈ શકે તેવી જાેગવાઈ કરવામાં આવશે. આર્ટીકલ ૪૧૩ના પ્રથમ ફકરા અનુસાર આ આ કાયદો ત્યારે જ લાગુ કરવામાં આવી શકે છે જ્યારે જે તે ગુનેગારના પતિ કે પત્ની દ્વારા ફરિયાદ કરવામાં આવે અથવા માતા પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવે.

આર્ટીકલ ૧૪૪ અનુસાર આ પ્ર્કારની ફરિયાદ પાછી પણ ખેંચી શકાય છે જાે ટ્રાયલ કોર્ટ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી ન હોય. ત્રણ વર્ષ અગાઉ પણ આવો જ એક કાયદો લાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો પણ આખા દેશમાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના કારણે લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા. જેના કારણે હંગામી ધોરણે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ઇંડોનેશિયાના નાયબ ન્યાય મંત્રીએ કહ્યું હતું કે અમને ગર્વ છે કે અમે ઇન્ડોનેશિયન મૂલ્યોનું જતન થાય એવા નિયમો અને કડો લાવવા જઈ રહ્યા છીએ. એડવર્ડ ઓમર શરીફે જણાવ્યુ હતું કે આ કાયદો લાવવા બદલ અમને ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે ઇંડોનેશિયા દુનિયાની સૌથી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. અહીં મહિલાઓ લઘુમતીઓ અને ન્ય્મ્‌ ના લોકો સામે જાતજાતના નિયમો અને કાયદા છે. અને હવે જાે આ કાયદો પાસાર થઈ જશે તો તે માત્ર સ્થાનિકો જ નહીં વિદેશીઓ પર પણ લાગુ પાડવામાં આવશે. અહીં રાષ્ટ્રપતિ કે સ્થાનિક સરકારની વિરુદ્ધમાં કોઈ નિવેણ આપવાને પણ ગુનો માનવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/