fbpx
રાષ્ટ્રીય

મેરઠમાં સામે આવી ચોંકાવનારી ઘટના, છીંક આવતા યુવકનુ થયું મોત

ઉત્તરપ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકનું છીંક આવવાથી મોત થઈ ગયું છે. મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના કિદવઈ નગરમાં રહેતા આ યુવકનો સીસીટીવી વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં ચાર યુવક પોતાની ઘરે જતા જાેવા મળી રહ્યાં છે. આ દરમિયાન એક યુવકને છીંક આવે છે અને બેભાન થવા પર પોતાના મિત્રના ખભા પર હાથ રાખતા ઢળી પડે છે. ત્યારબાદ મિત્રો સાથે યુવકને હોસ્પિટલ લઈ જાય છે પરંતુ ડોક્ટરો તેમને મૃત જાહેર કરી દે છે.

પરિવારજનોએ જણાવ્યું કે યુવકને છાતીમાં થોડો દુખાવો હતો અને નજીકના એક ડોક્ટર પાસે દવા લીધી હતી. તે રાત્રે ૧૧ કલાકે મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન છીંક આવી અને જમીન પર પડી ગયો. સીસીટીવી પ્રમાણે મિત્રોએ યુવકના હાથ-પગ હલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવકના શરીરમાં કોઈ હલચલ થઈ નહીં. ત્યારબાદ તેમણે રાડો પાડી તો અવાજ સાંભળી ઘરના લોકો બહાર આવ્યા હતા. લોકોની મદદથી યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છીંકની સાથે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

શું બોલ્યા ડોક્ટર અને શું કહ્યું આ કેસ વિષે ? તે પણ જાણો… ૈંસ્છ ના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર તનુરાજ સિંહે જણાવ્યું કે આવા કેસમાં વ્યક્તિની બીપી લો રહે છે કે પલ્સ ધીમી રહે છે. જાે આવી દુર્ઘટના થાય તો તેને એ સ્થાન પર સુવળાવી પગ ઉપરની તરફ કરી દો અને છાતીમાં હળવું પ્રેશર આપો, પછી કોઈ નિષ્ણાંત ડોક્ટર પાસે પહોંચાડો. જાે છાતીમાં સામાન્ય દુખાવો હોય તો તેને સારા ફિઝિશિયન કે કાર્ડિયોલોજિસ્ટ પાસે જરૂર દેખાડો. આ કેસમાં બેદરકારી દાખવવી નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/