fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ધુલેથી એક વ્યક્તિને તેની સાથે કામ કરતા વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં એર પ્રેશર પંપ નાખતા દર્દનાક મોત

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ તેની સાથે કામ કરતા કર્મચારીના પ્રાઈવેટ પાર્ટમાં એર પ્રેશર પંપ નાખી દીધો, જેના કારણે તેનું મોત થયું. તે જ સમયે, ઘટનાની જાણ થતાં, પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આરોપીની ધરપકડ કરી. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટના રવિવારે બપોરે અહીંથી લગભગ ૩૨૫ કિમી દૂર સાકરી તહસીલના નિઝામપુર ખાતે એક ખાનગી કંપનીમાં બની હતી અને મૃતકની ઓળખ તુષાર સદાશિવ નિકુંભ (૨૦) તરીકે થઈ છે, જે એક કોન્ટ્રાક્ટ વર્કર હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. નિકુંભ જે કંપનીમાં કામ કરે છે તે ઈન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે.

કંપનીના કર્મચારીઓએ તેમના કપડાં અને શરીર પરથી ધૂળ દૂર કરવા માટે એર પ્રેશર પંપનો ઉપયોગ કર્યો હતો. કામ પરથી વિરામ પર આવી ધૂળ હટાવતી વખતે એક સાથીદારે નિકુંભને પકડીને તેના પ્રાઈવેટ પાર્ટમાં પંપની ‘નોઝલ’ નાખી દીધી. હવાના દબાણને કારણે તેના પેટની અંદરના મહત્વપૂર્ણ અંગોને નુકસાન થયું હતું. નિકુંભને પહેલા નંદુરબારની હોસ્પિટલમાં અને પછી પડોશી ગુજરાતના સુરતમાં લઈ જવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. જાેકે, આંતરિક ઈજાના કારણે તેનું મોત થયું હતું. ૨૮ વર્ષીય સાથીદારની હત્યા કરવાનો ઈરાદો ન હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મામલે નિઝામપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કંપનીના અધિકારીઓ સાથે આ ઘટના અંગે વાત કરવામાં આવી છે. આ સાથે ઘટનાસ્થળ પર હાજર લોકોની માહિતી પણ લેવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કવાયત હાથ ધરી છે. આ સાથે તુષાર સદાશિવ નિકુંભના પરિવારજનોને પણ માહિતી આપવામાં આવી છે. બીજી તરફ પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ રડવા લાગ્યા હતા. પરિવારના સભ્યોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે નિકુંભ હવે આ દુનિયામાં નથી. તેમણે દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/