fbpx
રાષ્ટ્રીય

“મોદી સરકાર સત્તામાં છે ત્યાં સુધી કોઈ એક ઈંચ જમીન પર કબજાે નહીં કરી શકે”: ગૃહમંત્રી

અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર ભારતીય તથા ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે સંસદમાં ચર્ચાની વિપક્ષની માંગણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે જ્યાં સુધી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં છે ત્યાં સુધી કોઈ ભારતની એક ઈંચ જમીન ઉપર પણ કબજાે કરી શકશે નહીં. સંસદ ભવનની બહાર પત્રકારોને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે સરહદ પર ઘર્ષણનો મુદ્દો એટલા માટે ઉઠાવ્યો છે કારણ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન (ઇય્હ્લ) ના વિદેશી યોગદાન (નિયમન) એક્ટ (હ્લઝ્રઇછ) રદ્દીકરણ પર સવાલોથી બચવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ પાસેથી ૧.૩૫ કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારબાદ ઇય્હ્લ નું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું કારણ કે તે હ્લઝ્રઇછ નિયમો મુજબ ન હતું. અમિત શાહે એમ પણ કહ્યું કે ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાની કુરબાની ફક્ત (ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ) નહેરુજીના ચીન પ્રેમના કારણે આપવામાં આવી.’

તેમણે ભારતીય જવાનોના સાહસ બદલ તેમની પ્રશંસા પણ કરી અને કહ્યું કે, આપણા જવાનોએ ૮ની રાત અને ૯ની સવારે જે વીરતા દેખાડી તેની હું પ્રશંસા કરું છું. સેનાએ થોડી જ પળોમાં ઘૂસેલા તમામ લોકોને ભગાડી દીધા અને આપણી જમીનની રક્ષા કરી. આ સાથે જ કોંગ્રેસ પર નિશાન સાંધતા ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ભારતની ૧૮ કિલોમીટર જમીન હડપવામાં આવી હતી. પરંતુ ભાજપના રાજમાં આવું થઈ શકે નહીં. હું ચોખ્ખે ચોખ્ખુ કહેવા માંગુ છુ કે જ્યાં સુધી પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે , ત્યાં સુધી કોઈ આપણી એક ઈંચ જમીન પર કબજાે કરી શકશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/