fbpx
રાષ્ટ્રીય

બિહારમાં ઝેરી દારૂ પીવાથી ૨૧ ના મોત બાદ હાહાકાર થતા ઘેરાઈ નીતીશ સરકાર

દારૂબંધીવાળા બિહારમાં ફરી ઝેરી દારૂનો કહેર જાેવા મળ્યો છે. સારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો વધીને ૨૧ પહોંચી ગયો છે. તેમાં સૌથી વધુ મસરખના ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે અમનૌરના ત્રણ તથા મઢૌરાનો એક વ્યક્તિ સામેલ છે. તો બીમાર પડેલા ઘણા લોકોએ આંખની રોશની ઘટી જવાની ફરિયાદ પણ કરી છે. તો ઘણા લોકોની સારવાર સદર હોસ્પિટલ તથા પટનાની પીએમસીએચમાં ચાલી રહી છે. મૃતકોના ઘણા પરિવારજનો બીમારીથી મોત થવાની વાત પણ કહી રહ્યાં છે. પોલીસ તંત્ર આ ઘટના પર કોઈ માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યું છે. પોલીસ કેપ્ટન સંતોષ કુમારે કહ્યુ કે, આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે.

ઘટના બાદ સોમવારની રાત્રે સદર હોસ્પિટલમાં પોલીસ જવાનોની તૈનાતી કરી દેવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ મસરખ હનુમાન ચોક સ્ટેટ હાઈવે-૯૦ પર મૃતદેહ મૂકીને બ્લોક કરી દીધો છે. સ્થાનિક ગ્રામજનો જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મશરખમાં ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. નારાજ લોકોને મનાવવા માટે અનેક પોલીસ સ્ટેશનની પોલીસની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. ઘટનાના સંબંધમાં, ગામલોકોએ જણાવ્યું કે ઈસુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોઈલાથી લાવેલી ઝેરી દારૂ પીવાથી અમાનૌર, મધૌરા અને મશરખ બ્લોકના ૨૧ લોકોના મોત થયા છે. ઘણા ગંભીર રીતે બીમાર છે. તમામ બીમાર લોકોને મસરક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

ત્યાંથી એક વ્યક્તિને છપરા સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે બધા લોકોએ સોમવારે રાત્રે એક જગ્યા પર દારૂ પીધો હતો. ત્યારબાદ મંગળવારે તેની સ્થિતિ ખરાબ થવા લાગી. સાંજે બધાને મસરખ સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ છપરા રેફર કરવા પર ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. મસરખના હનુમાનગંજ નિવાસી અજય કુમારે જણાવ્યુ કે ડોયલા બજારમાં તેણે મુકેશ શર્મા સાથે દારૂ પીધો હતો. જાણવા મળ્યું કે દારૂનો જથ્થો ડોયલા, બહરૌલી, અમનૌરમાં પહોંચ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/