fbpx
રાષ્ટ્રીય

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સાંસદને તવાંગ ઘર્ષણ અંગે જવાબ આપ્યો

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તવાંગ ઘર્ષણ અંગે જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રાજકારણ એ છે કે જે સમાજને આગળ લઈ જવાનું કામ કરે. ભલે ગલવાન હોય કે તવાંગ હું પોતે એ કલ્પના નથી કરી શકતો કે આપણી સેનાએ આ કરિશ્મા કઈ રીતે કર્યો. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તવાંગ ઘર્ષણ અંગે જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રાજકારણ એ છે કે જે સમાજને આગળ લઈ જવાનું કામ કરે. ભલે ગલવાન હોય કે તવાંગ હું પોતે એ કલ્પના નથી કરી શકતો કે આપણી સેનાએ આ કરિશ્મા કઈ રીતે કર્યો. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની ઈજ્જત વધી છે તેને બધા સ્વીકારે છે. આપણી છાતી પહોળી થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. ભારતનું કદ ઘણું ઊંચુ થયું છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું કે તવાંગમાં સેનાનું શૌર્ય જાેવા મળ્યું. તવાંગમાં તથા ગલવાનમાં સેનાએ ચમત્કાર દેખાડ્યો. આ માટે ભારતીય સેનાની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. ભારતીય સેના પર ગર્વ છે. રાજનાથ સિંહે કહ્યું કે પહેલા ભારત કઈ બોલતું હતું તો ઈન્ટરનેશનલ ફોરમમાં તેની વાતો ગંભીરતાથી લેવાતી નહતી. ધ્યાનથી સાંભળવામાં નહતી આવતી. એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવામાં આવતી હતી. પરંતુ આજે ભારત ઈન્ટરનેશનલ ફોરમ પર કઈ બોલે છે તો લોકો કાન ખોલીને અને કાન પકડીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યું છે? ભારત ખુબ મજબૂત બન્યું છે. ભારત જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત હવે એજન્ડા સેટ કરવાનું કામ કરી રહ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત મહાશક્તિ બનવા માંગે છે. ભારત સમગ્ર દુનિયાના કલ્યાણ માટે કામ કરે છે. અમારી કોઈ પણ દેશની એક ઈંચ જમીન પર કબજાે કરવાનો ઈરાદો ક્યારેય નહી હોય. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી પોતાના સંબોધન દરમિયાન દેશને પાંચ પ્રતિજ્ઞાઓ વિશે જણાવ્યું હતું.

જે ભારતને સુપર પાવર બનાવવા માટે જરૂરી છે. પરંતુ એ ન માનવું જાેઈએ કે અમે કોઈ દેશ પર હાવી થવા માંગીએ છીએ કે અમારો ઈરાદો કોઈ દેશની એક ઈંચ જમીન પણ કબજાવવાનો છે. ભારતીય સેના વિશે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભાજપ કોંગ્રેસ પર સતત વળતા પ્રહાર કરી રહ્યું છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય સેનાનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરે છે. તેમણે સમજવું જાેઈએ કે આ ૧૯૬૨નું ભારત નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આપણી સરકાર ય્ર્ી ર્ઁઙ્મૈંૈષ્ઠટ્ઠઙ્મ જીંટ્ઠિંીખ્તઅ હેઠળ કામ કરતી નથી. ચીનની જે ધમકી છે તે બિલકુલ ક્લિયર છે. સરકાર તેને છૂપાવવાની કોશિશ કરે છે. તમની તૈયારી ઘૂસણખોરીની નથી યુદ્ધની છે. તમે તેમની પૂરી પેટર્ન જુઓ. તેઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. મે પહેલા પણ કહ્યું છે કે સાવધાન રહેવું જાેઈએ. ચીને આપણો ૨ હજાર કિમી સ્ક્વેરનો વિસ્તાર કબજાવી લીધો છે અને આપણા જવાનોની પીટાઈ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/