fbpx
રાષ્ટ્રીય

ગુજરાતની ચૂંટણીમાં આપ પાર્ટીના કારણે હાર્યા, નહીંતર ભાજપને હરાવી દેતા : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જાે ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા શુક્રવારે ૧૦૦ દિવસ પુરા કરી ચુકી છે. જે બાદ રાજસ્થાનની રાજધાની જયપુરમાં તેમણે અશોક ગહલોત સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જાે આપને પ્રોક્સી તરીકે ન રાખવામાં આવ્યા હોત અને કોંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં માટે ઉપયોગ ન કર્યો હોત તો કદાચ ત્યાં પણ ભાજપ હારી જાત.

આપને જણાવી દઈએ કે, ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત ૧૭ સીટો મળી છે, જ્યારે આપને ૫ સીટો જ મળી છે, તો ભાજપને નિર્ણાયક રીતે ૧૫૬ સીટ સાથે ફરી વાર સરકાર બનાવી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે ત્યાં પુરી સંઠનાત્મક શક્તિનો ઉપયોગ કર્યો, પણ અમે તેમને હરાવી દીધા. તેમણે આગળ કહ્યું કે, ચોક્કસપણે ગુજરાતમાં જાે આપને પ્રોક્સી તરીકે ન રાખ્યા હોત અને કોંગ્રેસને ટાર્ગેટ બનાવાનો ઉપયોગ ન કર્યો હોત તો અમે ત્યાં પણ ભાજપને હરાવી દેત. હાલમાં જ ભાજપે ગુજરાતમાં ક્લિન સ્વીપ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/