fbpx
રાષ્ટ્રીય

AAPના વિઝન પર કેજરીવાલે કહ્યું “૨૦૨૭માં ગુજરાતમાં સરકાર બનાવીશું”

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મળ્યા બાદ રવિવારે (૧૮ ડિસેમ્બર) દિલ્હીમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. આ અધિવેશનમાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કરી પાર્ટીના વિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦૨૭માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. અરવિંદ કેજરીવાલે પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ કે, ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં તેમણે છેલ્લા ૫થી ૭ વર્ષમાં ૧૨.૩૦ લાખ લોકોને રોજગાર આપ્યો છે. તો પંજાબની આપ સરકાર ૨૧ હજાર લોકોને સરકારી નોકરી આપી ચુકી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીએ દેખાડ્યું કે બેરોજગારી અને મોંઘવારીનું સમાધાન થઈ શકે છે પરંતુ તેની પાછળ સારી નિયત હોવી જાેઈએ.

તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે આમ આદમી પાર્ટીનું વિઝન શું છે? પરંતુ મારૂ આમ આદમી પાર્ટીનું નહીં પરંતુ આ દેશને લઈને શું વિઝન છે? તેમણે કહ્યું કે, આપણા દેશે આગામી ૫થી ૧૦ વર્ષમાં ક્યાં હોવું જાેઈએ, અમે તેના વિશે વિચારીએ છીએ. પરંતુ આમ આદમી પાર્ટી આ દેશના વિઝનને પૂરુ કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં પર દરેક જાતિ અને ધર્મના લોકો વચ્ચે પ્રેમ હોય. જાતિ અને ધર્મના નામ પર કોઈ હિંસા ન થવી જાેઈએ. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જાે કોઈ દેશમાં લોકો એક સાથે જાેડાઈને કામ ન કરે તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. દેશ ૧૩૦ કરોડ લોકોના એક પરિવારની જેમ છે. જે પણ પાર્ટી કે સંસ્થા દેશના ટુકડા-ટુકડા કરવા વિશે વિચારે છે તે દેશની પ્રગતિ ઈચ્છતી નથી.

તે આ દેશને ૧૯મી સદીમાં લઈને જવા ઈચ્છે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમને એવો દેશ જાેઈએ છે જ્યાં કોઈ ભૂખ્યું ન સૂવે અને દરેકને પૂરતી રોટલી મળે. ચાલો એક એવા ભારતની કલ્પના કરીએ જે માત્ર પોતાના દેશ માટે જ નહીં પરંતુ વિશ્વના ગરીબ દેશોને ભોજન આપવા માટે પણ સક્ષમ છે. આપણો દેશ વિશ્વમાં શિક્ષણનું હબ બનવું જાેઈએ. તેમણે કહ્યું કે આજે અમારા બાળકો યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરવા જાય છે તે શરમજનક બાબત છે. અમે એવા ભારતની કલ્પના કરીએ છીએ જ્યાં ટોચની દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે. આપણા દેશમાં બહુ ગંદી રાજનીતિ ચાલી રહી છે, જાે કોઈ સંશોધનમાં આગળ વધે તો તેને પગથી ખેંચીને નીચે પાડી દે છે.

તેવા ભારતની કલ્પના કરીએ છીએ કે હું આ દેશની ગરીબીને દૂર કરવા ઈચ્છતો નથી પરંતુ દરેક ગરીબ વ્યક્તિને ધનવાન બનાવવા ઈચ્છુ છું. આ વિઝન મેળવવા માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે ભગવાનની અમારા પર અસીમ કૃપા થઈ રહી છે. આમ આદમી પાર્ટીની સફળતા કોઈ જાદૂથી ઓછી નથી. એક ધારાસભ્ય બનવા માટે લોકોની જિંદગી પસાર થઈ જાય છે, તેના ચપ્પલ ઘસાઈ જાય છે. તેમણે કહ્યું કે પાર્ટી બનાવવાના એક વર્ષની અંદર તમે અમને દિલ્હીની સત્તા આપી દીધી, પંજાબની સરકાર બનાવી દીધી, તે માટે હું ભગવાનનો આભાર માનુ છું. તેમણે કહ્યું કે, ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/