fbpx
રાષ્ટ્રીય

કોવિડને લઈને સરકાર એલર્ટ, એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય યાત્રીકોનું રેન્ડમ સેમ્પલિંગ કરાયું શરૂ

દેશમાં કોરોના સંક્રમણને લઈને સાવચેતીના ભાગરૂપે દેશના એરપોર્ટ પર આજથી આંતરરાષ્ટ્રીય યાત્રીકોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. પાડોસી દેશમાં સંક્રમણની નવી લહેર માટે જવાબદાર ઓમિક્રોનના સબ વેરિએન્ટ મ્હ્લ.૭ ના ત્રણ કેસ ભારતમાં પણ જાેવા મળ્યા છે. ત્યારબાદ દેશમાં સરકાર એલર્ટ પર છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કોવિડ સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્ર સરકાર કોવિડની સ્થિતિને લઈને એલર્ટ મોડ પર છે. બુધવારે કોરોના સંક્રમણને લઈને યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે કોરોના સંક્રમણ હજુ સમાપ્ત થયું નથી. તેમણે એક ટ્‌વીટમાં લખ્યું કે, ‘કેટલાક દેશોમાં કોરોનાના વધતા મામલાને ધ્યાનમાં રાખી આજે નિષ્ણાંતો અને અધિકારીઓની સાથે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

તેમણે આગળ કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. મેં તમામ સંબંધિતોને સતર્ક રહેવા અને સર્વેલાન્સ મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે કોઈપણ સ્થિતિનો મુકાબલો કરવા માટે તૈયાર છીએ. ચીનમાં સંક્રમણની નવી લહેર માટે જવાબદાર ઓમિક્રોનના સબ વેરિએન્ટ મ્હ્લ.૭ ના ત્રણ કેસ દેશમાં સામે આવ્યા છે. કોવિડ-૧૯ના નવા વેરિએન્ટને કારણે પાડોસી દેશમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. નિષ્ણાંતો પ્રમાણે ચીનમાં કોરોનાની ત્રણ લહેર આવી શકે છે. અત્યારે ચીનમાં પહેલી લહેર ચાલી રહી છે, જેનો પીક મિડ જાન્યુઆરી સુધી આવી શકે છે. ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રએ પાછલા ઓક્ટોબરમાં ભારતમાં મ્હ્લ.૭ ના પહેલા કેસની પુષ્ટિ કરી હતી. કોરોના સંક્રમણના નવા વેરિએન્ટના બે કેસ ગુજરાતથી સામે આવ્યા છે, જ્યારે એક કેસ ઓડિશામાં નોંધાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/