fbpx
રાષ્ટ્રીય

ઈંડિગો એરલાઈનની ફ્લાઈટમાં એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે બોલાચાલી, વીડિયો થયો વાયરલ

ઈંડિગો એરલાઈનની એક એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ફ્લાઈટમાં ઘર્ષણનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ વીડિયોને તે જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે બનાવ્યો છે, જેને ટિ્‌વટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરનારા શખ્સના જણાવ્યા અનુસાર, આ ઘટના એરલાઈનની ઈસ્તાંબુલ-દિલ્હી ફ્લાઈટમાં ખાવાની બાબાતે થઈ હતી. પેસેન્જર સાથે ચર્ચા દરમિયાન એરહોસ્ટેસ કહી રહી છે કે, “હું ઈંડિગો એરલાઈનની એક કર્મચારી છું, કંઈ તમારી નોકર નથી”. વીડિયોમાં જાેઈ શકાય છે કે, એર હોસ્ટેસ ફર્શ પર બેસીને પેસેન્જર સાથે વાત કરી રહી છે. પેસેન્જર વીડિયોમાં દેખાતો નથી. ક્રૂ મેમ્બર કહી રહી છે કે, તમે મારા આંગળી ચીંધી છે અને તમે મારા પર ગુસ્સે થઈ રહ્યા છો.

મારી ક્રુ આપના કારણે રડી રહી છે. મહેરબાની કરીને સમજવાની કોશિશ કરો, એક ગાડી છે, કાઉંટર ઉપર ઉઠેલા છે. આપ જે માગો તે હંમેશા અમે સર્વ કરીએ છીએ. આ દરમિયાન પેસેન્જર ગુસ્સે થઈને કહે છે, તમે કેમ બૂમો પાડી રહ્યા છો, ત્યારે ક્રૂ મેમ્બર કહે છે કે, કેમ કે તમે અમારા પર ગુસ્સે થઈ રહ્યા છો. કહેવાય છે આ ઘટના ૧૬ ડિસેમ્બરને દિલ્હી જતી ઈસ્તાંબુલની ફ્લાઈટમાં થઈ હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઈંડિગો એરલાઈને કહ્યું કે, યાત્રીએ ફ્લાઈટ પર ખરબ વ્યવહાર કર્યો અને એક એર હોસ્ટેસનું અપમાન કર્યું, જે બાદ ચાલકદળના નેતૃત્વે હસ્તક્ષેપ કરવો પડ્યો.

એક નિવેદનમાં એરલાઈને કહ્યું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેટ એરવેઝના સીઈઓ સંજીવ કપૂરે ક્રૂપ મેમ્બરના સમર્થનમાં બોલતા કહ્યું કે, તેઓ પણ માણસ છે. ક્લિપને ટિ્‌વટર પર શેર કરતા તેમણે લખ્યું કે, જેમ કે મેં પહેલા જ કહ્યું કે, ચાલક દળ પણ માણસ છે. તેને બ્રેકિંગ પોઈન્ટ પર લાવવામાં ઘણો સમય લાગે છે. છેલ્લા થોડાક વર્ષોમાં મેં ફ્લાઈટમાં ચાલક દળને થપ્પડ અને ગાળો આપતા જાેયા છે. જેને નોકર અથવા તેનાથી પણ ઘણું ખરાબ કહીને સંબોધન કરવામાં આવે છે. આશા છે કે, પ્રેશર બાદ તેઓ ઠીક હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/