fbpx
રાષ્ટ્રીય

કોરોનાને લઇ કેન્દ્ર સરકાર સતર્ક, ગાઈડલાઈન જાહેર કરી , ઘરમાં પણ માસ્ક પહેરવાનું રાખો

ચીન, જાપાન અને અમેરિકા સહિત કેટલાય દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોને જાેતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ચાઈનમાં હાલમાં વધી રહેલા કોવિડ કેસ અને ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.૭ છે. હિન્દુસ્તાનમાં પણ બીએફ૭ના ચાર કેસ આવી ચુક્યા છે. તેને જાેતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તૈયારી શરુ કરી દીધી છે. આ તમામની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ- ૧૯ને રોકવા માટે તૈયારીઓને લઈને રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બેઠક કરી હતી. મીટિંગ બાદ શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને કહ્યું કે, આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, એટલા માટે ખાસ ધ્યાન આપે. સાથે જ ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર આપવાની સલાહ આપી છે. રાજ્યો એ પણ નક્કી કરે કે, તમામ લોકો પ્રિકોશન ડોઝ લઈ લે. લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગ માટે પણ કહેવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોનાના ખતરાને જાેતા હાઈ લેવલ મીટિંગ કરી ચુક્યા છે.

તો વળી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ક્રિસમસ અને નવા વર્ષને લઈને શું કહ્યું? તે…જાણો… કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં ક્રિસમસ અને નવા વર્ષને જાેતા કોવિડ નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ રાજ્યો સરકારોને જિનોમ સીક્વેસિંગના પોઝિટિવ સેમ્પલ મોકલવા જેથી નવા વેરિએન્ટની હાજરીને લઈને પહેલાથી સતર્ક થઈ શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં રાજ્યોને લખ્યું છે કે, હોસ્પિટલમાં બેડ, લોજિસ્ટિક્સ અને સ્ટાફની ઉપલબ્ધતાની તપાસ કરી લેવી. સાથે જ રસીકરણ અને બૂસ્ટર ડોઝ વધારવા માટે પણ કહેવાયું છે. બજારમાં ભીડભાડથી બચવા માટે બજાર સંગઠનો, વેપારીઓ અને કાર્યક્રમના આયોજકોને સાવધાની રાખવા. ભીડ થવા પર ઘરની અંદર પણ માસ્ક પહેરી કોવિડ નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/