fbpx
રાષ્ટ્રીય

આ IAS કપલે સમાજ માટે સરસ દાખલો બેસાડ્યો, લગ્નમાં ફક્ત ૫૦૦ રૂપિયાનો કર્યો ખર્ચ

આપણે બધાંએ જિંદગીએ ક્યાંકને ક્યાંક લગ્ન પ્રસંગ જરુરથી ગયા હશો. ભારતીય લગ્નોના રીતિ-રિવાજ સમગ્ર દુનિયામાં વખણાય છે. તેની તૈયારીમાં કેટલાય મહિનાનો સમય લાગી જાય છે. હજારો-લાખોથી શરુ થતું તેનું બજેટ હવે કરોડો રૂપિયા સુધી પહોંચી ગયું છે. વર્ષ ૨૦૨૨માં કોવિડ ૧૯ના કારણે લાગેલા પ્રતિબંધોથી લોકોને થોડો શ્વાસ લેવાનો ટાઈમ આપ્યો. આ દરમિયાન લગ્નમાં પણ ઓછા તામજામ સાથે લોકોએ લગન પતાવી લીધા. જાે કે, અમુક લોકોએ ગ્રાન્ડ ઈંડિયન વેડિંગ ટ્રેંડને ચાલુ રાખવા માટે લગ્ન પણ પોસ્ટપોન કરી દીધા હતા. આ અગાઉ ૨૦૧૬માં નોટબંધીના સમયે પણ લગ્નો પર અસર થઈ હતી. આઈએએસ સલોની સિદાના અને આઈએએસ આશીષ વષિષ્ઠ ના લગ્ન લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.

તેમણે નવેમ્બર ૨૦૧૬મા લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સૌ કોઈ માટે એક પ્રેરણા હતા. આઈએએસ કપલે પોતાના લગ્નમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવા કંઈ મોટી વાત નથી. પણ આ બંનેએ ફક્ત ૫૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અહીંથી શરુ થઈ હતી લવ સ્ટોરી તે જાણો.. તે સમયે આઈએએસ સલોની સિદાના આંધ્ર પ્રદેશ કેડરના ઓફિસર હતા અને આઈએસએસ આશીષ વશિષ્ઠ મધ્ય પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી હતા. આ બંને ૨૦૧૪ બૈચના આઈએએસ છે. તેમની મુલાકાત મસૂરીમાં આવેલા આઈએએસ પ્રશિક્ષણ કેન્દ્ર એટલે કે, (ૈંછજી ્‌ટ્ઠિૈહૈહખ્ત ઝ્રીહંિી ન્મ્જીદ્ગછછ, સ્ેજર્જર્િૈી)માં થઈ હતી. ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ હતી. આ આઈએએસ કપલે મધ્ય પ્રદેશના ભિંડ એડીએમ કોર્ટમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંનેના પરિવાર પણ ત્યાં હાજર હતા. લગ્નના ખર્ચના નામ પર તેમણે ફક્ત ફી તરીકે ૫૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા.

આશિષ મૂળ રાજસ્થાનના અલવરનો રહેવાસી છે. તો વળી સલોની સદાના પંજાબના જલાલાબાદની છે. આ બંને પોતાના પરિવારના પહેલા ઓફિસર છે. પોતાના લગ્ન બાદ લાંબા સમય સુધી લાઈમલાઈટમાં રહેલા આ કપલે સોશિયલ મીડિયા પર દૂર છે. આઈએએસ આશીષ વશિષ્ઠ આઈઆઈટી રુડકીમાંથી પાસઆઉટ છે અને હાલમાં ભોપાલના એડીએમ છે. તો વળી આઈએએસ સલોની સિદાના એમબીબીએસ કર્યું હતું અને ડોક્ટર છે. તેમની નિમણૂંક જબલપુરમાં છે. લગ્ન બાદ તેણે પોતાનું કેડર બદલાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/