fbpx
રાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું નિવેદન સામે આવ્યુ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૦ મહિનાથી યુદ્ધ ચાલુ છે અને આ દરમિયાન રશિયાની સેનાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી દીધી. રશિયા તરફથી સતત હુમલા ચાલુ છે પરંતુ આમ છતાં ટચુકડું યુક્રેન રશિયાને બરાબર ટક્કર આપી રહ્યું છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે રશિયા યુદ્ધને ખતમ કરવા માટે તેઓ વાતચીત માટે તૈયાર છે. અત્રે જણાવવાનું કે યુક્રેન પર સતત હુમલા વચ્ચે પુતિનનું આ નિવેદન સામે આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક રશિયન ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે અને હવે બધુ તેમના પર ર્નિભર કરે છે. યુક્રેન સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે પુતિને કહ્યું કે ‘અમે તે તમામ સાથે વાતચીત માટે તૈયાર છીએ જે કેટલાક સ્વીકાર્ય પરિણામો પર વાતચીત કરીને સમાધાન ઈચ્છે છે. પરંતુ હવે બધુ તેમના પર ર્નિભર કરે છે.

વાતચીતથી ઈન્કાર કરે છે તે અમે નહીં, પરંતુ તેઓ છે, જે સમજૂતિથી ઈન્કાર કરી રહ્યા છે. વ્લાદિમિર પુતિને એ પણ દોહરાવ્યું કે મોસ્કો પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. આ સાથે જ તેમનું માનવું છે કે ક્રેમલિન યોગ્ય દિશામાં કામ કરી રહ્યું છે. પુતિને કહ્યું કે, અમે અમારા રાષ્ટ્રીય હિતો, અમારા નાગરિકો અને અમારા લોકોના હિતોની રક્ષા કરી રહ્યા છીએ. અત્રે જણાવવાનું કે આ નિવેદન રશિયા દ્વારા યુક્રેન પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે આવ્યું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે એકલા રવિવારે જ દેશભરમાં હવાઈ હુમલાની ચેતવણી બે વાર જાહેર કરવામાં આવી હતી અને બપોરના ૩ મિસાઈલોએ ક્રામટોરસ્ક શહેરને નિશાન બનાવ્યું. મિસાઈલોએ શહેરના એક ઔદ્યોગિક ક્ષેત્રને નિશાન બનાવ્યું જાે કે કોઈ જાનહાનિ થઈ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/