fbpx
રાષ્ટ્રીય

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, “૨૦૨૩ની વસંત પંચમીથી બદલાઈ જશે ‘ભારતનો ઈતિહાસ”

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને લોકતંત્રની જનની ગણાવતા મંગળવારે કહ્યું કે, લોકતંત્ર દેશના ડીએનએમાં સમાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ અહીં એક રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે, ભારતનો ગૌરવશાળી ઈતિહાસ અને શિક્ષણ તેની સૌથી મોટી સંપત્તિ રહી છે.આપણે એ યાદ રાખવું જાેઈએ કે, આપણુ દાયિત્વ ફક્ત દેશના ગૌરવની રક્ષા કરવાનું જ નથી, પણ વિશ્વને તેના મૂલ્યોથી પ્રેરિત કરવાનું છે. ઈન્ડિયન હિસ્ટ્રીના સિલેબસમાં દ્ગઈઁ ૨૦૨૦ અંતર્ગત ફેરફાર કરવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારત વૈશ્વિક નેતા છે અને ૫૦૦ કરોડ વૈશ્વિક નાગરિકોનું કેન્દ્ર બિન્દુ પણ છે. આપણો દેશ લોકતંત્રની જનની છે. લોકતંત્ર ભારતના ડીએનએમાં સમાયેલુ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશભરના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩થી વસંત પંચમીના અવસર પર ભારતીય ઈતિહાસનું યોગ્ય સંસ્કરણ ભણાવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે અનેક અવસર આપી રહી છે. આજ ભારતમાં માતૃભાષાને પ્રાથમિકતા આપવાથી લઈને અભ્યાસ માટે ૨૦૦ ટીવી ચેનલ, ડિજિટલ યૂનિવર્સિટી જેવા પ્રયાસ થઈ રહ્યા છે. ઈતિહાસકારો તેના દ્વારા જ્ઞાનવર્ધક ,વૈજ્ઞાનિક સામગ્રી તૈયાર કરવાની રહેશે. આપણને ૨૧મી સદીમાં ભારતની પ્રાચિન સંસ્કૃતિ અને સભ્યતાએ એક નવો વૈશ્વિક પરિપ્રેક્ષ્ય આપવો જાેઈએ. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે, અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજના દ્વારા ૭૫ જૂની પુસ્તકોની નવી રચનાઓ સાથે પુનઃ પ્રકાશિત કરવામાં આવશે.

પ્રધાને કહ્યું કે, આ પુસ્તક ભારતના બૌધ્ધક જગતને સ્પષ્ટતા આપશે. ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય પુસ્તક ન્યાસથી તેમણે આગ્રહ કર્યો કે આ પુસ્તકોને ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ કરીને ડિજિટલ માધ્યમોમાં તેને ઉપલબ્ધ કરાવામાં આવશે. ભારત દ્વારા જી ૨૦ની અધ્યક્ષતા સંભાળવા પર પ્રધાને કહ્યું કે, આપણે જી ૨૦ને ઉત્સવ બનાવવાનો છે. કલા, સંસ્કૃતિ, સભ્યતાની વિરાસતને તર્ક, લેખ, સંગોષ્ઠી, સંવાદના માધ્યમથી વિશ્વની સામે પ્રસ્તુત કરવાનું છે. હું તમામને પોતાની રુચિના હિસાબથી સહભાગિ થવા માટે અપીલ કરુ છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/