fbpx
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના બરેલીમાં ૨૧ વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી

ઉત્તર પ્રદેશના બરેલીમાં ૨૧ વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા છે. યૂપીના બિઝનૌરની રહેવાસી અમરીનાએ પહેલા બરેલીના અગસ્ત્ય મુનિ આશ્રમ મંદિરમાં ધર્મ પરિવર્તન કર્યું અને બાદમાં અમરીના રાધિકા બની ગઈ. ત્યાર બાદ તેણે પોતાના પ્રેમી પપ્પુ સાથે મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરી ફેરા લીધા. પપ્પુ બરેલીથી અડીને આવેલા રામપુરના એક ગામનો રહેવાસી છે. અગસ્ત્ય મુનિ આશ્રમના આચાર્ય પંડિત કેકે શંખધારે બંનેને હિન્દુ રીતિ રિવાજથી મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ અગાઉ પંડિત કેકે શંખધર ૬૪ મુસ્લિમ છોકરીઓના હિન્દુ યુવકો સાથે લગ્ન કરાવી ચુક્યા છે.

બિઝનૌર જિલ્લાના કુલારકીની રહેવાસી અમરીનાએ જણાવ્યું છે કે, હું પુખ્ત છું અને આધાર કાર્ડમાં મારી જન્મતારીખ ૯ ઓગસ્ટ ૨૦૦૦ છે. અમરીના જણાવ્યું છે કે, ઓક્ટોબર ૨૦૨૦માં મારા મોબાઈલમાં એક અજાણ્યા યુવકનો કોલ આવ્યો. જે બાદ કોલબેક કર્યો તો, પપ્પુએ ઉઠાવ્યો. યુવક પપ્પુએ બતાવ્યું કે, ભૂલથી ફોન લાગી ગયો હતો. એક મિસ્ડ કોલથી શરુ થયેલી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. યુવતી અમરીના ઉર્ફ રાધિકાએ જણાવ્યું કે, મારા પરિવારના લોકો સતત ધમકી આપી રહ્યા હતા. મેં પ્રેમમાં ઘર, ધર્મ અને પરિવાર છોડી દીધો છે. હવે હંમેશા હિન્દુ બનીને રહીશ. હિન્દુઓમાં ટ્રિપલ તલાક નથી થતાં. અહીં તો ખબર નહીં ક્યારે તલાક આપીને ઘરમાંથી કાઢી મુકે. અમારી બાજૂમાં જ રહેતી યુવતી જેના નિકાહ પાંચ વર્ષ પહેલા થયા હતા.

તેનો પતિ રોજ મારતો, ૩ તલાક આપીને ઘરેથી કાઢી મુકી. હવે હું પુખ્ત છું તો મારી મરજીથી લગ્ન કરી શકુ છું. અમરીના ઉર્પ રાધિકાએ જણાવ્યું છે કે, તેણે ખુદ લગ્ન કરવા માટે પોતાનું ઘર છોડીને પ્રેમી પપ્પુના ઘરે પહોંચી હતી. પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરી લીધું. યૂપીના બરેલીમાં હાલમાં ધર્મ પરિવર્તનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા એક મહિનામાં મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે લગ્ન કરવાનો આ ત્રીજાે કિસ્સો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/