fbpx
રાષ્ટ્રીય

ઉતરપ્રદેશમાં પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટ-છાતીના ભાગે બ્લેડોના ઘા કર્યા

ઉત્તરપ્રદેશના લખનઉમાં હૃદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શરમજનક! છે આ ઘટના, અહીં એક પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટને બ્લેડથી કાપી નાખ્યો છે. આ સાથે તેણે પત્નીની છાતી પર બ્લેડના અનેક ઘા પણ કર્યા હતા. પતિ એટલો ગુસ્સામાં હતો કે, પત્નીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આરોપી પતિને શોધી રહી છે. વાસ્તવમાં આ ઘટના ગોસાઈગંજ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બની હતી. મહિલાના લગ્ન ૬ વર્ષ પહેલાં રવિન્દ્ર નામના યુવક સાથે થયા હતા. લગ્નના આટલા વર્ષો પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. મહિલા માતા બની શકતી ન હોવાના કારણે પતિ રવિન્દ્ર તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો.

બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે પત્ની છેલ્લા ૮ મહિનાથી પતિથી અલગ રહેતી હતી. રવિન્દ્ર ૨૫મી ડિસેમ્બર ક્રિસમસના દિવસે સાસરે ગયો હતો અને તેની પત્ની સાથે લખનૌ પાછો ફર્યો હતો. ઘરે આવ્યા બાદ તેને તેની પત્ની સાથે અકુદરતી સંબંધ બાંધ્યો હતો. મહિલાનું કહેવું છે કે અચાનક પતિને ખબર ન પડી કે શું થયું અને તેણે મારા પ્રાઈવેટ પાર્ટ પર બ્લેડ વડે હુમલો કર્યો. છાતી પર પણ ઘણી વખત બ્લેડ મારી હતી. હુમલા બાદ મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. તેણીની ચીસો સાંભળીને સાસુ અને સસરા રૂમમાં પહોંચ્યા અને પુત્રવધૂની હાલત જાેઈને તેમના પણ હોશ ઉડી ગયા હતા. દરમિયાન તક મળતાં જ આરોપી પતિ રવીન્દ્ર ઘરમાંથી ભાગી ગયો હતો. સાસુ અને સસરા ગંભીર હાલતમાં પુત્રવધૂને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.

અહીં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ મોહનલાલગંજ પોલીસ સ્ટેશન પણ હોસ્પિટલ પહોંચી હતી અને સંપૂર્ણ માહિતી લીધી હતી. આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે પોલીસ તેને શોધી રહી છે. એડીસીપી સાઉથ મનીષા સિંહે મહિલા સાથેની ઘટના પર કહ્યું કે પતિએ બ્લેડ વડે પ્રાઈવેટ પાર્ટને નુકસાન પહોંચાડ્યું હતું. મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ પતિ રવિન્દ્રની શોધમાં વ્યસ્ત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/