fbpx
રાષ્ટ્રીય

ટીડીપી પ્રમુખના રોડ શો દરમિયાન ભાગદોડ મચી, ૭ લોકોના થયા મોત

નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બુધવાર (૨૮ ડિસેમ્બર) એ ટીડીપી પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂના રોડ શો દરમિયાન ભાગદોડમાં સાતથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઘણા લોકોને ઈજા પહોંચી છે. પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ પોતાની પાર્ટીના અભિયાન હેઠળ જિલ્લાનો પ્રવાસ કરી રહ્યાં હતા અને હજારો સમર્થક કંદુકુરમાં તેમનું સ્વાગત કરવા માટે ભેગા થયા હતા. ચંદ્રાબાબૂ નાયડૂ ઘટના બાદ અધવચ્ચે રોડ શો છોડીને હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ્‌ડ્ઢઁ નેતા એન ચંદ્રબાબૂ નાયડૂ દ્વારા આજે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે આયોજિત જાહેર સભા દરમિયાન પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીમાં સાત ્‌ડ્ઢઁ કાર્યકરોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે ૭ લોકોએ જીવ ગુમાવ્યા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ નેતા કે વિષ્ણુ વર્ધન રેડ્ડીએ આ ઘટના પર ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, “આંધ્રપ્રદેશના કંદુકુર ખાતે ટીડીપીની એક રેલીમાં નાસભાગમાં ૭ થી વધુ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. હું રાજ્ય સરકારને વહેલી તકે કટોકટી-તબીબી સહાય પ્રદાન કરવા વિનંતી કરું છું. અને પીડિત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/