fbpx
રાષ્ટ્રીય

ચીનના કોરોનાનો પ્રકોપ પૂરી દુનિયાને છે, ચીનના મુશાફરો છે જીવતા બોમ્બ સમાન!..

ચીનમાં કોરોનાનો પ્રકોર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાના વધતા જતાં કેસોને કારણે હાલ ચીનમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. જેને કારણે હવે દુનિયાના અન્ય દેશોમાં પણ દહેશત ફેલાઈ રહી છે. કારણકે, ચીનમાં લોકો હજુ પણ દુનિયાભરમાં વિમાનથી તેમજ અન્યત્ર મુસાફરી કરી રહ્યાં છે. જેને કારણે દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. દરેક દેશ માટે આ એક ગંભીર અને ચિંતાજનક વિષય છે. ચીનથી ઈટાલી આવેલી ફ્લાઈટમાં ૫૦ ટકા મુસાફરો પોઝિટિવ નિકળતા હડકંપ મચી ગયો છે. ચીનમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. હોસ્પિટલમાં લાંબી લાઈનો, દવા માટે લોકોના વલખા અને સ્મશાનઘરોમાં પણ વેઈટિંગથી સ્થિતિ ભયાવહ બની ગઈ છે. બીજી તરફ મહામારીને લઈને ચીનની સ્થિતિ જાેઈને તમામ દેશોની ચિંતા વધી ગઈ છે. ચીનની બહાર જનાર લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. અમેરિકા પણ હવે આ સ્થિતિથી ડરી ગયું છે.

ચીનથી અમેરિકામાં આવનાર વ્યક્તિએ કોરોનાનું નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું ફરજીયાત છે. આ નિયમ લાગુ કરવા માટે ૫ જાન્યુઆરીનો સમય અપાયો છે. આ તરફ ચીનથી બે ફ્લાઈટ ઈટાલીમાં આવી હતી. જેમાં કોરોનાની તપાસ કરાતા ઘણા મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચીનથી આવેલી ફ્લાઈટમાંથી પ્રથમ ફ્લાઈટમાં ૯૨ મુસાફરોમાંથી ૩૫ પોઝિટિવ આવ્યા છે, જ્યારે બીજી ફ્લાઈટમાં ૧૨૦ મુસાફરોમાંથી ૬૨ એટલે કે ૫૨ ટકા મુસાફરો કોવિડ પોઝિટિવ આવ્યા છે. આમ જાેઈએ તો ચીન આંકડા છૂપાવી રહ્યું છે તેવો દરેક દેશ અને મીડિયા આરોપ મૂકી રહ્યું છે. પણ ચીને જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો અગાઉના દિવસ કરતા કેસમાં વધારો જાેવા મળ્યો છે. ૨૪ કલાકમાં અહીં ૫૨૩૧ કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. ચીનમાં કુલ એક્ટિવ કેસ ૫૨ હજાર છે. અત્યાર સુધીમાં ચીનમાં કુલ ૪૧૨,૫૧૩ કેસ નોંધાયા છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ચીનમાં કોરોના મહામારીની આ ભયાનક સ્થિતિ સર્જાવા પાછળ વાયરનનું કોકટેલ જવાબદાર છે. અલગ અલગ વેરિયન્ટ એકસાથે આવવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ મ્હ્લ.૭ વેરિયન્ટના ચીનમાં માત્ર ૧૫ ટકા કેસ છે, ૫૦ ટકાથી વધારે કેસ મ્દ્ગ અને મ્ઊના છે. આ ઉપરાંત જીફફ વેરિયન્ટના ૧૫ ટકા કેસ રિપોર્ટ થયા છે. આ ચાર વેરિયન્ટ એકસાથે આવવાથી કોરોનાએ ચીનમાં આ વિકરાલ રૂપ ધારણ કર્યું છે. ભારતે ચીનથી આવનાર લોકો માટે આરટીપીસીઆર ફરજિયાત કરી દીધો છે.

આ રિપોર્ટ ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા લોકો માટે ફરજિયાત છે. જાે આ લોકોમાં સંક્રમણ જાેવા મળશે તો ક્વોરન્ટાઈન કરાશે. બીજી તરફ અમેરિકા, જાપાન, મલેશિયાએ પણ ચીનથી આવનાર માટે ટેસ્ટ ફરજિયાત કર્યો છે. ચીનમાં વધતા સંક્રમણથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. તેઓએ હોસ્પિટલોમાં આઈસીયુ એક્ટિવ મોડમાં રાખ્યા છે. પોઝિટિવ કેસનું જીનોમ સિક્વેસિંગ કરાઈ રહી છે. એટલુ જ નહીં હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજનની સપ્લાઈ અને દવાઓના જથ્થા અંગે સમિક્ષા કરાઈ છે. પાકિસ્તાનમાં ૨૪થી વધારે પોઝિટિવ કેસ મળ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/