fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર જૈન તીર્થસ્થળ સમ્મેદ શિખરજી અંગે એક્શનમાં આવી.. ટૂંક સમયમાં થઇ શકે ર્નિણય

ઝારખંડમાં જૈન તીર્થસ્થાન શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે નિયુક્ત કરવાની યોજના સામે જૈન ધર્મના લોકોના ગુસ્સાને જાેતા કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય આ મામલે અલગ-અલગ એજન્સીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે મહત્વની જાહેરાત કરશે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ૨૨ ડિસેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને આ મુદ્દે પત્ર લખ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે, આ તીર્થસ્થળને બદલવાનો તેમનો કોઈ વિચાર નથી અને ઝારખંડના સીએમને પણ લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવું જાેઈએ.

શ્રી સમ્મેદ શિખરજી ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની ટેકરી પર સ્થિત છે. રાંચીથી લગભગ ૧૬૦ કિમી દૂર આવેલી આ ટેકરી રાજ્યની સૌથી ઊંચી શિખર પણ છે. જૈન ધર્મ, દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયો માટે આ સૌથી મોટું તીર્થધામ છે. એવું માનવામાં આવે છે કે, ૨૪માંથી ૨૦ જૈન તીર્થંકરોએ આ સ્થાન પર ધ્યાન કરીને ‘મોક્ષ’ પ્રાપ્ત કર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯ માં, ઝારખંડ સરકારે દેવઘરમાં બૈદ્યનાથ ધામ અને દુમકામાં બાસુકીનાથ ધામ જેવા મંદિરો સાથે પારસનાથ વિસ્તારને ‘પર્યટન સ્થળ’ તરીકે સૂચિત કર્યો હતો. તે વર્ષે ઓગસ્ટમાં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ટેકરીને ઈકો-સેન્સિટિવ ઝોન ઘોષિત કરીને કહ્યું કે, આ વિસ્તારમાં ‘વિકાસશીલ ઈકો-ટૂરિઝમને ટેકો આપવાની અભૂતપૂર્વ સંભાવના’ છે.

ત્યારબાદ, ૨૪ જુલાઈ ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યની પ્રવાસન નીતિનું અનાવરણ કર્યું હતું, જેમાં દેવઘરમાં બાબા બૈદ્યનાથ મંદિર અને રામગઢ જિલ્લામાં રાજરપ્પા મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોની સાથે પારસનાથને ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૈન ધર્મના લોકો જૈન યાત્રાને લઈને ઝારખંડ સરકારના આ ર્નિણય સામે દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જૈન સમાજના મતે તેમનું આ આંદોલન ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવા માટે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/