fbpx
રાષ્ટ્રીય

તારિક રહેમાનની અત્યંત વિવાદિત ટિપ્પણી, ‘હિન્દુઓના તમામ ધાર્મિક ગ્રંથ અશ્લીલ

બાંગ્લાદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આ અગાઉ વિપક્ષી દળોએ શેખ હસીના સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ઉગ્રવાદી સંગઠન જમાત એ ઈસ્લામી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલો કરતા હાલની સરકાર પર નિશાન સાધ્યું છે. વાત જાણે એમ છે કે જમાત એ ઈસ્લામીના નુરુલ હક નૂર પાછળના દરવાજે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન કરી રહ્યા છે અને ચૂંટણીમાં ભાગ લીધા વગર સરકારને ઉઘાડી ફેંકવાની વાતો કરી રહ્યા છે. જમાત એ ઈસ્લામીના કેટલાક સહયોગી સંગઠનોએ હસીનાના ધર્મ નિરપેક્ષ વલણ બદલ હિન્દુ અલ્પસંખ્યકો અને ભારત પર નિશાન સાધ્યું છે.

બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના સંયુક્ત સંયોજક અને નુરુલ હક નૂરના ટોચના સહયોગી તારિક રહેમાને હિન્દુઓ પ્રત્યે ધૃણા ફેલાવતા એક ફેસબુક લાઈવમાં કહ્યું કે હિન્દુ ધર્મના ગ્રંથ કોઈ નૈતિક શિક્ષણ આપતા નથી. તમામ ગ્રંથ અશ્લીલ છે. નેટિઝન્સ દ્વારા આ વીડિયોને ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. અનેક લોકોએ આ નિવેદનની સરખામણી ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કરી છે. નૂરે ખુલ્લેઆમ ચૂંટણીનો સામનો કરવાની જગ્યાએ પાછલા બારણે સત્તા મેળવવા પર ભાર મૂક્યો. નૂરે કથિત રીતે સાઉદી અરબથી ફેસબુક લાઈવનું સંચાલન કર્યું હતું.

જેમાં પત્રકારોને ગુલાબ દર્શાવ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારોને ચેતવણી પણ આપી હતી કે તેઓ તેમના મિશન અંગે સવાલ ન પૂછે. અત્રે જણાવવાનું કે શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકાર હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અને તેમના હિત માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે દેશમાં દુર્ગા પૂજા પર શાંતિપૂર્ણ સમારોહોનું આયોજન તેનું પ્રમાણ છે. ૧૯૭૧માં બાંગ્લાદેશના ઉદય સાથે જ હિન્દુ સમુદાયને નફરતની નજરથી જાેવા અને તેમની સાથે મારપીટની ઘટનાઓ ઘટવા લાગી હતી. નોંધનીય છે કે જમાત એ ઈસ્લામી બાંગ્લાદેશનું કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. તે સતત અલ્પસંખ્યક હિન્દુઓ પર હુમલા કરતું આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/