fbpx
રાષ્ટ્રીય

પત્નીને ત્રાસ આપવામાં દૂરના સંબંધીઓનો હાથ હોય તો, તેમના પર પણ થઈ શકે FIR : બોમ્બે હાઈકોર્ટ

પત્નીને ત્રાસ આપવાના મામલામાં હવે પતિના દૂરના સંબંધીઓ પર પણ કેસ નોંધાઈ શકે છે. હાલમાં જ આવો એક કિસ્સો બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે મહત્વની ટિપ્પણી કરતા એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે, મોટા ભાગે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં દૂરના સંબંધીઓનો હસ્તક્ષેપ ખૂબ વધારે હોય છે અને તે પત્નીને ત્રાસ આપે છે. તેના કારણે જ આવા કિસ્સામાં કલમ ૪૯૮ એ અંતર્ગત પતિથી દૂર રહેતા સંબંધીઓ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ શકે છે. હાઈકોર્ટના જજ સુનીલ શુક્રે અને ગોવિંદ સાનપની બેન્ચે એક પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. અરજીકર્તાઓ વિરુદ્ધ નોંધાયલી ફરિયાદને રદ કરવાની અપીલ કરી હતી.

આ અરજી પર જ રાજ્ય સરકાર અને પીડિત પત્નીના વકીલએ વાંધો ઉઠાવ્યો હતો. હકીકતમાં અરજીમાં કહેવાયું છે કે, આરોપી પતિ અકોલામાં રહે છે. પતિ સાથે ન તો માતા-પિતા અને ન તો ભાઈ-બહેન રહે છે, ત્યારે આવા સમયે મહિલા દ્વારા સાસરિયાવાળા અને સંબંધીઓ પર લગાવેલા આરોપ યોગ્ય ઠરતા નથી. તો વળી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટની નાગપુર પીઠે અરજીકર્તાઓના તર્કને માનવાની ના પાડી દીધી હતી. પીઠે કહ્યું કે, કાયદા મુજબ એવું કોઈ અનુમાન નથી કે, દૂર રહેતા સંબંધીઓ હંમેશા નિર્દોષ હોય છે. જ્યા સુધી ખુદને બેગુનાહી સાબિત ન કરે.

વિવાહીત કપલના મામલામાં દૂર રહેતા સંબંધીઓ સરળતાથી દખલગીરી કરતા હોય છે. ઘણી વાર તો આ દખલ એટલી વધી જાય છે કે, પત્નીને ઉત્પીડન પણ કરવા લાગે છે. પીઠે આગળ કહ્યું કે, પીડિત મહિલાએ પોતાના પતિ અને તેના સંબંધીઓ પર જે પણ આરોપ લગાવ્યો છે, તેની વાસ્તવિકતાની તપાસ થવી જાેઈએ. આ મામલામાં કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત કેસની સુનાવણી દરમિયાન પણ સંભવ છે. જાે કે, અન્ય અરજીકર્તા આરોપી પતિ અને પીડિત મહિલા સાથે નથી રહેતા, પણ તેનાથી એ સાબિત થતુ નથી કે, સાસરિયાવાળા વિરુદ્ધ લગાવેલા મહિલાના આરોપ કોઈ પણ ગુનાને સાબિત નથી કરતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/