fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર પોલીસે પાણીની ખાલી બોટલોથી ૧ કરોડ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો, કેવી રીતે જાણો

કહેવાય છે કે ચોર ભલે ગમે તેટલો હોશિયાર હોય, પરંતુ ગુનો કરતી વખતે તે કોઈ ને કોઈ ભૂલ ચોક્કસ કરે છે, જેના કારણે તેનો ગુનો પકડાઈ જાય છે. મહારાષ્ટ્રના થાણેમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં ચોરોએ પોતે જ એક ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને મદદ કરી હતી. આશરે એક કરોડ રૂપિયાના કપડાની ચોરીના આ કેસને ઉકેલવામાં પોલીસને ઘટનાસ્થળેથી મળેલી ખાલી પાણીની બોટલોની મદદ મળી હતી, જેના કારણે તે ટૂંક સમયમાં ઉકેલાઈ ગયો હતો. આ ઘટના ૮ જાન્યુઆરીએ ભિવંડી શહેરમાં બની હતી. આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી રહી હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન તેમને એક ગોડાઉનમાંથી પાણીની ખાલી બોટલો મળી આવી હતી. રસપ્રદ વાત એ છે કે, ગોડાઉનમાંથી મળેલી પાણીની બોટલોના લેબલ નજીકની હોટલની પાણીની બોટલો પરના લેબલ સાથે મેળ ખાતી હતી. આ માહિતીના આધારે, તેઓએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને હોટલમાંથી પાણીની બોટલો ખરીદનાર એક વ્યક્તિ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ છે. પોલીસે ધરપકડ કરાયેલ વ્યક્તિની પૂછપરછ કરી ત્યાર બાદ તેના કબજામાંથી ચોરેલા કપડાંનો આખો સ્ટોક મળી આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/