fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં અંતિમ દિવસે પ્રધાનમંત્રીએ પાર્ટી નેતાઓને મોટી શિખામણ આપી

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બીજા અને અંતિમ દિવસે પ્રધાનમંત્રી મોદીએ પાર્ટી નેતાઓને મોટી શિખામણ આપી છે. મોદીએ ખુલીને કોઈ નેતાનું નામ નથી લીધું, પણ ઈશારામાં ખોટા નિવેદન કરવાથી બચવા માટે સલાહ આપી ચે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે, અમે આખો દિવસ કામ કરતા રહીએ છીએ અને અમુક લોકો કોઈ ફિલ્મ પર નિવેદન આપી દેતા હોય છે. ત્યાર બાદ આખો દિવસ ટીવી અને મીડિયામાં એજ ચાલતું રહે છે, કારણ વગરના નિવેદનો આપવાથી દૂર રહેવું જાેઈએ. આપને જણાવી દઈએ કે, હાલમાં જ પઠાન ફિલ્મને લઈને રાજકીય નિવેદનબાજી જાેવા મળી હતી. ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ભગવા કપડાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ભગવો રંગ દેશની શાન છે. આ રંગ રાષ્ટ્રધ્વજમાં પણ રહેલો છે. ભગવાની બેઈજ્જતી કરવાની કોશિશ કરશો, તો કોઈ પણ નહીં બચે. આવું કરનારા લોકોને જડબાતોડ જવાબ જ નહીં પણ મોંઢુ તોડીને હાથમાં આપી દેવાની હિમ્મત રાખીએ છીએ. અમે સંન્યાસી પણ પાછી પાની નહીં કરીએ. એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, પઠાન ફિલ્મમાં દીપિકા પાદુકોણે જે કપડા પહેર્યા છે, તે ખૂબ જ વાંધાજનક છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દૂષિત માનસિકતા સાથે ગીત ફ્લ્મિાવામાં આવી રહ્યું છે. મંગળવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પીએમ મોદીએ ખોટી નિવેદનબાજી પર સલાહ આપી છે.

તેમણે કહ્યું કે, પસમાંદા અને બોહરા સમાજને મળવું જાેઈએ. કાર્યકર્તા સાથે સંવાદન બનાવી રાખવો જાેઈએ. સમાજના તમામ વર્ગો સાથે મુલાકાત કરવી જાેઈએ. પછી તે મત આપે કે ન આપે. પણ મુલાકાત કરો. પાર્ટીના ઘણા લોકોને લાગે છે કે, તે હાલમાં પણ વિપક્ષમાં છે. પાર્ટીના ઘણા લોકોએ મર્યાદિત ભાષા બોલવી જાેઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમે રાજસ્થાન અને છત્તીસગઢના કાર્યકર્તાઓને કહ્યું કે, અતિ આત્મવિશ્વાસના કારણે ચૂંટણી હારી ગયા હતા.

અતિ આત્મવિશ્વાસથી દૂર રહેવું જાેઈએ. તમામે મહેનત કરવાની જરુર છે. આ વિચારવું કે, મોદી આવશે, જીતી જઈશું. તેનાથી કામ નહીં ચાલે. તમામ સંવેદનશીલ થવાની જરુર છે. સત્તાાં બેઠેલા લોકો એવું વિચારે કે, બધું સ્થાયી છે. સૂત્રોએ કહ્યું કે, પીએમે અતિ આત્મવિશ્વાસની કોઈ પણ ભાવના વિરુદ્ધ પાર્ટીને સચેત કર્યા અને દિગ્વિજય સિંહના નેતૃત્વવાળી તત્કાલિન કોંગ્રેસ સરકારની અલોકપ્રિયતા છતાં ૧૯૯૮માં મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપની હારનું ઉદાહરણ આપ્યું. મોદી ત્યારે ભાજપના સંગઠનાત્મક મામલાના પ્રમુખ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/