fbpx
રાષ્ટ્રીય

મુંબઈ-ગોવા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો, ૯ લોકોના ઘટનાસ્થળે મોત થયા

મળતી માહિતી અનુસાર, મુંબઈ-ગોવા હાઇવે પર ભીષણ અકસ્માતમાં ૯ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મુંબઈ-ગોવા હાઈવે પર એક કાર અને ટ્રકની ભીષણ ટક્કર થઈ જેમાં નવ લોકોના દર્દનાક મોત થયા છે. મળતી માહિતી મુજબ નવ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તો તમને કહીએ તો, મૃતકોમાં ૫ પુરુષો, ૩ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. રાયગઢ પોલીસે માહિતી આપતા કહ્યું કે રાયગઢ જિલ્લાના રેપોલી વિસ્તારમાં કાર અને ટ્રક અથડાતા ૯ લોકોના મોત નિપજ્યાં જ્યારે એક બાળક ઘાયલ થયો છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ થયો. ટ્રક અને કારની ટક્કરમાં કારનો ખુડદો બોલાઈ ગયો. અત્રે જણાવવાનું કે આ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ પણ મુંબઈ-ગોવા હાઈવે પર ઘટી ચૂકી છે. ખાસ કરીને તો કોંકણ તરફ જતો જે રસ્તો છે ત્યાંથી અવારનવાર દુર્ઘટનાના સમાચાર આવતા રહે છે. અને કેટલાય અકસ્માતોમાં તો એક સાથે ઘણાએ જીવ પણ ગુમાવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/