fbpx
રાષ્ટ્રીય

ગણતંત્ર દિવસ સમારંભમાં સુપ્રીમ કમાંડર કરશે ધ્વજારોહણ, ફ્લાઈ પાસ્ટમાં ૫૦ એરક્રાફ્ટ લેશે ભાગ

દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે. બે વર્ષ કોવિડ પ્રતિબંધો બાદ આ વર્ષથી ગણતંત્ર દિવસ સમારંભ ખૂબ જ ખાસ અને અલગ રહેશે. પહેલી વાર કર્તવ્ય પથ પર માર્ચ પાસ્ટ અને ફ્લાઈટ પાસ્ટ દ્વારા આર્ત્મનિભર ભારતની સામરિક તાકાતથી દુનિયાને રુબરુ કરાવશે. ગણતંત્ર દિવસ સમારંભની શરુઆત પ્રધાનમંત્રી મોદી ૯.૫૧ કલાક પર નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થશે. ત્યાર બાદ સલેયૂટિંગ ડાયસ પર તેઓ રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. સવારે ૧૦.૩૦ કલાકે સુપ્રીમ કમાંડર ધ્વજારોહણથી પરેડની શરુઆત કરશે અને સમાપન ૨ કલાક ૧૪ મિનિટ બાદ ૧૨.૦૫ કલાકે થશે. હંમેશાની માફક ફ્લાઈ પાસ્ટ ગણતંત્ર દિવસ સમારંભનું સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને આ વર્ષે કર્તવ્યપથ પર થનારા ફ્લાઈ પાસ્ટમાં ત્રણેય સેનાના ૫૦ એરક્રાફ્ટ ભાગ લેશે. જેમાં વાયુસેનાના ૪૫, એક નૈસેના અને ૪ થલસેના હશે.

તેમાંથી ૧૮ હેલીકોપ્ટર, ૮ ટ્રાંસપોર્ટ, ૧ વિંટેજ એરક્રાફ્ટ અને ૨૩ ફાઈટર પ્લેન હશે. ખાસ વાત એ છે કે, આ ફ્લાઈટ પાસ્ટમાં આકર્ષણનું કેન્દરમાં નૌસેનાનું એક વિમાન ભાગ રહ્યું છે, જે ૪૨ વર્ષની સર્વિસમાં પહેલી વાર કર્તવ્ય પથ પર ઉડાન ભરશે અને કદાચ આ તેની છેલ્લી ઉડાન હશે, કેમ કે ત્યાર બાદ આ વિમાન નૌસેનામાંથી રિટાયર થઈ જશે. આ વર્ષે સમારંભમાં કેટલાય ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કોવિડ કાળ પહેલા આ સમારંભનો ભાગ બનવા માટે આવતા દર્શકોની ૨ લાખથી વધારે સંખ્યાને ઘટાડીને ૪૫ હજાર કરી દેવામાં આવી છે. આ વર્ષે રક્ષા મંત્રાલય તરફથી ૫૦થી ૬૦ હજાર નિમંત્રણ આપવામાં આવે છે, જેને ઘટાડીને ૧૨ હજાર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારંભને જાેતા આવનારા લોકો માટે ૩૨,૦૦૦ ટિકિટો વહેંચવામાં આવી છે. કેમ કે બેસવાની વ્યવસ્થા બદલાઈ ગઈ છે. તેને લઈને સમારંભ જાેવા આવતા લોકોની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/