fbpx
રાષ્ટ્રીય

નેટફ્લિક્સના કો ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે CEOના પદેથી આપ્યું રાજીનામું, જાણો શું કહ્યું? કારણ

નેટફ્લિક્સ ૈંદ્ગઝ્ર ના કો ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે સીઈઓના પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે લાંબા સમયના સાથી અને કો સીઈઓ ટેડ સારંડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને નેટફ્લિક્સની કમાન સોંપી દેશે. હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં જ અમે કોવિડના પડકારોનો પણ સામનો કર્યો હતો. તેનાથી અમારા વ્યવસાય ઊપર પણ ઊંડી અસર પડી હતી. તેમણે કહ્યું કે બોર્ડ અને મારું માનવું છે કે હવે યોગ્ય સમય છે કે મારે મારા પદેથી રાજીનામું આપી દેવું જાેઈએ અને મારે મારા વારસદારને કમાન સોંપી દેવી જાેઈએ. મળતી માહિતી મુજબ કંપનીના શેરમાં ગત વર્ષે લગભગ ૩૮ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. જાે કે ત્યારબાદ તેમાં ૬.૧નો ઉછાળો પણ જાેવા મળ્યો.

બીજી બાજુ સ્ટ્રીમિંગ વીડિયો પાયોનિયરે એમ પણ કહ્યું કે નેટફ્લિક્સે ગત વર્ષના અંતમાં અપેક્ષા કરતા વધુ ગ્રાહકોને સંભાળ્યા હતા. રિપોર્ટ્‌સ મુજબ ૨૦૨૨ના પહેલા ત્રિમાસિકથી જ નેટફ્લિક્સ દબાણમાં છે. હેસ્ટિંગ્સ નેટફ્લિક્સમાં કાર્યકારી અધ્યક્ષ સારંડોસ અને મુખ્ય કાર્યકારી અધિકારી પીટર્સને રાજીનામું સોંપશે. કંપની પોલીસી મુજબ તેમનું રાજીનામું તત્કાળ પ્રભાવથી લાગૂ થશે. અત્રે જણાવવાનું કે નેટફ્લિક્સ ૈંદ્ગઝ્ર માટે પડકારભર્યા સમય વચ્ચે જુલાઈ ૨૦૨૦માં પીટર્સ અને સારંડોસ બંનેને પ્રમોટ કરાયા હતા. નેટફ્લિક્સે કહ્યું કે તેમણે ચોથા ત્રિમાસિકમાં ૭.૬૬ મિલિયન ગ્રાહકો જાેડ્યા. સ્ટ્રીમિંગ કંપનીએ ટેલિવિઝન દર્શકોને પણ જાેડવાની જંગમાં હેરી અને મેઘન, તથા વેનસડેની મદદથી વોલ સ્ટ્રીટના ૪.૫૭ મિલિયન પૂર્વાનુમાનને પણ ખોટું સાબિત કર્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/