fbpx
રાષ્ટ્રીય

ભારતમાં વિઝા વેઈટિંગ ટાઈમને ઓછો કરવા માટે અમેરિકાએ અનેક પગલાં ભર્યા

અમેરિકા જવા માટે વિઝા મેળવવાના પ્રયત્નોમાં લાગેલા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે મોટા ખુશખબર છે. ભારતમાં વિઝા વેઈટિંગ ટાઈમને ઓછો કરવા માટે અમેરિકાએ અનેક પગલાં ભર્યા છે. તેમાં પહેલીવાર અરજી કરનારાઓ માટે સ્પેશિયલ ઈન્ટરવ્યુનો સમય નિર્ધારિત કરવા અને કોન્સ્યુલર સ્ટાફ વધારવા જેવા પહેલ સામેલ છે. વિઝા વેઈટિંગને ઓછું કરવાની કોશિશ હેઠળ દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં વાણિજ્ય દૂતાવાસોએ ૨૧ જાન્યુઆરીના રોજ ‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’નું આયોજન કર્યું. શું કહ્યું અમેરિકી દૂતાવાસે? તે..જાણો..

અમેરિકી દૂતાવાસે રવિવારે કહ્યું કે ૨૧ જાન્યુઆરીના રોજ ભારતમાં અમેરિકી મિશને પહેલીવાર વિઝા અરજીકર્તાઓ માટે પ્રતિક્ષા સમયને ઓછો કરવાના એક મોટા પ્રયત્ન હેઠળ ‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’ની શ્રેણીમાં પહેલો સ્પેશિયલ ઈન્ટરવ્યું કર્યું. એક નિવેદનમાં કહ્યું કે, ‘નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં વાણિજ્ય દૂતાવાસોએ શનિવારે જેમને વિઝા ઈન્ટરવ્યુની જરૂર છે તેવા અરજીકર્તાઓને સમાયોજિત કરવા માટે વાણિજ્ય દૂતાવાસ સંચાલન શરૂ કર્યું.’ કહેવાયું છે કે આવનારા મહિનામાં કેટલાક નિશ્ચિત શનિવારે થનારા ઈન્ટરવ્યું માટે મિશન વધારાના સ્લોટ ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રાખશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/