fbpx
રાષ્ટ્રીય

રાજધાની એક્સપ્રેસમાં બોમ્બના ખોટા સમાચાર મળ્યા, એ શખ્સની પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી મુંબઈ રાજધાની એક્સપ્રેસને વિલંબિત કરવા માટે બોમ્બ હોવાની ખોટી માહિતી આપવા બદલ ભારતીય વાયુસેનાના અધિકારીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પીસીઆર કમાન્ડ રૂમમાં સાંજે ૪.૪૮ કલાકે પોલીસને બોમ્બ કોલ અંગે જાણ કરી હતી. તેમણે કહ્યું કે, ટ્રેન સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઈ જવા રવાના થવાની હતી. રેલવે અને મધ્ય જિલ્લાની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ પણ ઓપરેશનમાં જાેડાયું હતું, પરંતુ ટ્રેનમાંથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી ન હતી.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલવે) હરીશ એચપીએ જણાવ્યું હતું કે, ‘મોબાઇલ નંબર ટ્રેક કરવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુનીલ સાંગવાન (૩૫) દ્વારા કોલ કરવામાં આવ્યો હતો.’ રેલ્વેની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એક્ટ અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સુનીલ સાંગવાન મુંબઈના સાંતાક્રુઝમાં એરફોર્સ બેઝ પર પોસ્ટિંગના સ્થળે જવા માટે ટ્રેનમાં ચડવાનો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તે મોડો આવ્યો અને દિલ્હીથી ટ્રેન ઉપડવામાં વિલંબ કરવા માટે નશાની હાલતમાં રેલવેને નકલી કોલ કર્યો. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસએ કહ્યું, ‘કોલ કરનાર કોચ મ્-૯ સીટ નંબર-૧ પરથી પકડાયો હતો. તેની ઓળખ ભારતીય વાયુસેનાના ઓળખ કાર્ડ દ્વારા થઈ હતી. તેનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.’ તેમણે કહ્યું કે, ‘કોલ કરનારની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં પુષ્ટિ થઈ હતી કે તે દારૂના નશામાં હતો. તેની સામે કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/