fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસના દિગ્ગજ નેતા એ કે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

કોંગ્રેસના દિગ્ગજ નેતા એ કે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અનિલ એન્ટોનીએ કોંગ્રેસને બીબીસીના પ્રોપગેન્ડામાં ન ફસાવાની સલાહ આપી હતી. ત્યારબાદ હવે તેમણે પાર્ટી છોડી છે. અનિલ એન્ટોનીનો આરોપ છે કે કદાચ પાર્ટીને તેમની સલાહ ગમી નથી. તેમના પર ટ્‌વીટ ડિલિટ કરવા માટે પણ દબાણ સર્જવામાં આવ્યું. ત્યારબાદ તેમણે રાજીનામું આપવાનો ર્નિણય લીધો. અત્રે જણાવવાનું કે રાજીનામાની જાણકારી આપતા અનિલ એન્ટોનીએ એક ટ્‌વીટ પણ કરી અને આરોપ લગાવ્યા છે.

બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ વચ્ચે રાજીનામું કયા કારણે આપ્યું? તે.. જાણો.. અનિલ એન્ટોનીએ ટ્‌વીટ કરીને કહ્યું કે મે કોંગ્રેસમાંથી મારી જે કામગીરીઓ છે તેમાંથી રાજીનામું આપી દીધુ છે. ફ્રી સ્પીચ માટે લડનારાઓએ ટ્‌વીટ ડિલિટ કરવા માટે અસહિષ્ણુ કોલ કર્યા. મે ના પાડી દીધી. પ્રેમને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરનારાઓએ નફરત/અપશબ્દોથી ફેસબુક વોલ ભરી નાખી. આ પાખંડ છે. કેપીસીસી ડિજિટલ મીડિયાનું પદ છોડ્યું? તે.. જાણો.. રાજીનામા પત્રમાં અનિલ એન્ટોનીએ લખ્યું કે કાલની ઘટનાઓ પર વિચાર કરતા મારું માનવું છે કે મારા માટે કોંગ્રેસમાં મારા તમામ પદોને છોડવું યોગ્ય રહેશે.

કેપીસીસી ડિજિટલ મીડિયાના સંયોજક અને એઆઈસીસી સોશયિલ મીડિયા તથા ડિજિટલ કોમ્યુનિકેશન સેલના નેશનલ કો ઓર્ડિનેટરના પદેથી રાજીનામું આપું છું. રાજીનામામાં લખી આ મહત્વની વાત? જાણો?.. તેમણે રાજીનામા પત્રમાં એમ પણ લખ્યું કે હું મારા અન્ય પ્રોફેશનલ કામને આ નકારાત્મકતાથી પ્રભાવિત થયા વગર ચાલુ રાખવાનું પસંદ કરીશ. વિનાશકારી નરેટિવમાં સામેલ થવું નથી. આ ભારતના મૂળ હિતોની વિરુદ્ધમાં છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે તે સમય સાથે ઈતિહાસના ડસ્ટબિનમાં સમાઈ જશે. અત્રે જણાવવાનું કે અનિલ એન્ટોનીનું કહેવું છે કે મ્મ્ઝ્રના વિચારોને પ્રાથમિકતા આપવી ખૂબ જ ખતરનાક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/