fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં બાંદા સ્ટેશનમાં હનુમાનજી મંદિર તોડી તોડવાની રેલવેએ આપી નોટિસ

ઉત્તરપ્રદેશના બાંદા રેલ્વે સ્ટેશનમાં હજારો વર્ષ જૂનું હનુમાન મંદિર આવેલું છે. કોર્ટે આદેશ આપ્યા બાદ રેલ્વે તંત્રએ મંદિરને ખાલી કરવા માટેની નોટીસ આપી છે. હનુમાન મંદિરની બહાર નોટીસ લખવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, હનુમાનજી જાતે જ પોતાનું મંદિર તોડી દે નહીંતર ૧૫ દિવસમાં આ મંદિર તોડી દેવામાં આવશે. નોટીસ લગાવ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકર્તાઓએ ઘટનાસ્થળે પહોંચીને આક્રોશ વ્યક્ત કર્યો છે અને નારેબાજી કરી છે. આ સમગ્ર મામલો બાંદા જનપદના શહેર કોતવાલી ક્ષેત્રના રેલ્વે સ્ટેશન પરિસર પ્લેટફોર્મ નંબર એકનો છે. સહાયક મંડળ એન્જિનીયર બાંદા દ્વારા ૨૪ જાન્યુઆરીના રોજ હજારો વર્ષ જૂના હનુમાન મંદિરને નોટીસ જાહેર કરવામાં આવી છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, બાંદા રેલ્વે સ્ટેશન સર્ક્‌યુલેટીંગ એરિયા પ્લેટફોર્મ નંબર એકમાં ૯.૦ વર્ગ મીટરનો ધાર્મિક ઢાંચો બનેલ છે, જે ૧૫ દિવસમાં દૂર કરવામાં આવે, નહીંતર રેલ્વે તંત્ર તરફથી મંદિર દૂર કરવામાં આવશે. જે અંગે રેલ્વે સ્ટેશન પ્રભારી બાંદા, રેલ્વે સ્ટેશન પ્રભારી ય્ઇઁ બાંદા અને સ્ટેશન અધિક્ષકને કાર્યવાહી માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. રેલ્વે મેનેજર કૃષ્ણ કુશવાહાએ જણાવ્યું છે કે, ઝાંસીથી માનિકપુર સુધી રેલવે લાઈનને ડબલ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. જે હેઠળ બાંદા રેલ્વે સ્ટેશનનો વિસ્તાર કરવામાં આવશે. સ્ટેશન વિસ્તારિત કરવા દરમિયાન આ મંદિર અડચણરૂપ બની શકે છે. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ની બહાર હનુમાનજીનું મંદિર આવેલું છે.

આ કારણોસર રેલ્વેએ મંદિર દૂર કરવાનો આદેશ આપ્યો છે. રેલ્વેની જમીનમાં મંદિર આવેલું છે, ઉપરાંત જે સ્થળ અતિક્રમણના વિસ્તારમાં આવશે તેને દૂર કરવામાં આવશે. તંત્રએ નોટીસમાં જણાવ્યું છે કે, ૧૫ દિવસમાં મંદિર હટાવવામાં નહીં આવે તો રેલ્વે તંત્ર તરફથી આ મંદિર તોડી પાડવામાં આવશે. મંદિરની બહાર આ પ્રકારની નોટીસ લગાવવામાં આવતા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તે સ્થળે પહોંચીને નારેબાજી કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે, જાે મંદિરની એક ઈંટ પણ હટાવવામાં આવશે, તો તેનું પરિણામ ખરાબ આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/