fbpx
રાષ્ટ્રીય

કેનેડાનો ઢોંગી ગુરૂ પકડાયો, આધ્યાત્મિક જ્ઞાનના નામે મહિલા અનુયાયીઓને લલચાવી

કેનેડામાં એક આધ્યાત્મિક નેતા પર મહિલા અનુયાયીઓ પર જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. એડમોન્ટનમાં પોલીસે ૬૩ વર્ષીય જ્હોન ડી રુઇટરની (ર્ત્નરહ ઙ્ઘી ઇેૈંીિ) શનિવારે, ૨૨ જાન્યુઆરીએ ચાર કેસમાં ધરપકડ કરી હતી. રુઇટરની ગણતરી કેનેડામાં સૌથી ધનિક આધ્યાત્મિક નેતા તરીકે થાય છે. જ્હોન ડી રુઇટરના ૨૦૧૭ અને ૨૦૨૦ ની વચ્ચે ઘણી મહિલા અનુયાયીઓ સાથે સંબંધો હતા. આ માટે તેમણે આધ્યાત્મિક જ્ઞાનનો સહારો લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, “આરોપીએ તેના અનુયાયી જૂથની કેટલીક મહિલા સભ્યોને કહ્યું કે તેને તેમની સાથે જાતીય પ્રવૃત્તિ કરવા માટે એક આત્મા દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હતો.” જ્હોન ડી રુઇટરએ મહિલાઓને કહ્યું કે આમ કરવાથી તેઓને “આધ્યાત્મિક જ્ઞાન” પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

જ્હોન ડી રુઈટરે દાયકાઓથી કેનેડામાં આધ્યાત્મિક સમુદાયનું નેતૃત્વ કર્યું છે. આધ્યાત્મિક નેતાનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા વધી શકે છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ધરપકડ માત્ર કેટલીક મહિલાઓના આરોપોના આધારે કરવામાં આવી છે. એવું લાગે છે કે આ કેસમાં પીડિત મહિલાઓની સંખ્યા વધુ હોઈ શકે છે. અમે તેમને આગળ આવવા અને ફરિયાદ દાખલ કરવા માટે પ્રોત્સાહિત કરી છે. કેનેડામાં આધ્યાત્મિક પ્રલોભન દ્વારા જાતીય ગેરવર્તનનો આ પ્રકારનો પ્રથમ કેસ છે. ડી રુઇટર પોતાને ગુનેગાર માનતો નથી. જાે કે, તેમના સહાયકોએ આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ એક પ્રવક્તા, ઝાબા વોકરે બીબીસીને જણાવ્યું હતું કે ડી રુઇટર “કાયદાની અદાલતમાં આ આરોપોને જાેરશોરથી લડવા માંગે છે.”

બે વર્ષ પહેલા ચાઈનીઝ-કેનેડિયન એક્ટર અને સિંગર ક્રિસ વુનો કેસ ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. જૂન ૨૦૨૧માં એક કથિત પીડિતાએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી ઓછામાં ઓછી ૨૪ મહિલાઓએ વુ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. ક્રિસ વુ ને ચીનના સૌથી મોટા સ્ટાર્સમાંના એક માનવામાં આવતા હતા. વાત ક્રિસ વુ પર બળાત્કારનો આરોપ લગાવવાથી શરૂ થઈ હતી, પરંતુ તેના કેસથી ચીનમાં ‘સેક્સ્યુઅલ કન્સેન્ટ’ના મુદ્દે પણ ચર્ચા જગાવી હતી. નવેમ્બર ૨૦૨૨ માં, ક્રિસ વુને ચીનમાં બળાત્કારના ઘણા કેસોમાં કુલ ૧૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૩ માં ભારતના પ્રખ્યાત સંત આસારામ બાપુ પર તેમના આશ્રમમાં એક સગીર છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો.

૮૨ વર્ષીય આસારામ હાલ જાેધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. સગીર સાથે બળાત્કારના કેસમાં તેમને આ સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આ પહેલા પણ આસારામે સજાથી બચવા માટે અનેક યુક્તિઓ અપનાવી હતી. ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ જમ્મુના કઠુઆ શહેરમાં ૮ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને મંદિરના અંધારા રૂમમાં ૬ દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી.

મંદિરનો પૂજારી આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હતો. તેની સાથે ૪ લોકોએ યુવતીને ગોળીઓ ખવડાવીને ૬ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેના માથા પર પથ્થર વડે માર્યો અને લાશને જંગલમાં ફેંકી દીધી. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ દિલ્હી કેન્ટ વિસ્તારમાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ બાળકી સાંજે સ્મશાનમાં લગાવવામાં આવેલા વોટર કુલરમાંથી પાણી ભરવા ગઈ હતી જ્યાં મંદિરના પૂજારી સહિત ચાર લોકોએ નાનકડી જીવની નમ્રતા પર ઉઝરડા કરી દર્દનાક મોત આપીને માનવતાને શરમમાં મૂકી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/