fbpx
રાષ્ટ્રીય

ભારત આજે દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

સંસદને સંયુક્ત રીતે સંબોધતા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમૃતકાળનો આ ૨૫ વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો, અને વિક્સિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ ૨૫ વર્ષ બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા દેખાડવાના છે. સરકારના લગભગ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલીવાર જાેયા છે. સૌથી મોટું પરિવર્તન એ થયું કે આજે દરેક ભારતીયોનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને દુનિયાનો ભારતને જાેવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા માટે યુગ નિર્માણનો અવસર છે.

આપણે એક એવું ભારત બનાવવાનું છે જે આર્ત્મનિભર હોય અને જે આપણી માનવીય જવાબદારીઓ પૂરી કરવા માટે સમર્થ હોય, જેમાં ગરીબી ન હોય, જેનો મધ્યમ વર્ગ પણ વૈભવયુક્ત હોય. જેની યુવાશક્તિ, નારી શક્તિ સમાજ અને રાષ્ટ્રને દિશા આપવા માટે ઊભી હોય. હું આજે આ સત્રના માધ્યમથી દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું કેતેમણે સતત બેવાર એક સ્થિર સરકારની પસંદગી કરી છે. મારી સરકારે દેશહિતને હંમેશા સર્વોપરિ રાખ્યું, નીતિ રણનીતિમાં સંપૂર્ણ પરિવર્તનની ઈચ્છાશક્તિ દેખાડી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે જે ભારત એક સમયે પોતાની સમસ્યાઓના સમાધાન માટે બીજા પર ર્નિભર હતું તે આજે દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે.

જે સુવિધાઓ માટે દેશની એક મોટી વસ્તીએ દાયકાઓ સુધી રાહ જાેએ તે આ વર્ષોમાં તેમને મળી છે. પહેલા ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જાેવી પડતી હતી. ૈં્‌ઇ ભર્યાના ગણતરીના દિવસોની અંદર રિફંડ મળી જાય છે. ય્જી્‌ થી પારદર્શકતા સાથે સાથે કરદાતાઓની ગરિમાં પણ સુનિશ્ચિત થઈ રહી ચે. તેમણે કહ્યું કે જનધન, આધાર, મોબાઈલથી ફેક લાભાર્થીઓને હટાવવાથી લઈને વન નેશન વન રાશનકાર્ડ સુધી, એક ખુબ મોટો સ્થાયી સુધારો અમે કર્યો છે. ગત વર્ષોમાં ડીબીટી રૂપે, ડિજિટલ ઈન્ડિયા રૂપે, એક સ્થાયી અને પારદર્શક વ્યવસ્થા દેશે તૈયાર કરી છે.

જળ જીવન મિશન હેઠળ ત્રણ વર્ષોમાં લગભગ ૧૧ કરોડ પરિવારો ઁૈॅીઙ્ઘ ઉટ્ઠંીિ જીેॅॅઙ્મઅ સાથ જાેડાયા છે. જેનો સૌથી વધુ ફાયદો ગરીબ પરિવારોને થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કહ્યું કે હાલની સરકારે કોઈ પણ ભેદભાવ વગર દરેક વર્ગ માટે કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી સરકારના પ્રયત્નોનું પરિણામ છે કે અનેક મૂળ સુવિધાઓ આજે કાં તો ૧૦૦ ટકા લોકો સુધી પહોંચી ગઈ છે અથવા તો તે લક્ષ્યાંકની ખુબ નજીક છે. આયુષ્યમાન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબોને વધુ ગરીબ થતા અટકાવ્યા છે. તેમના ૮૦ હજાર ક રોડ રૂપિયા ખર્ચ થતા બચાવ્યા છે. ૭ દાયકાઓમાં દેશમાં લગભગ સવા ૩ કરોડ ઘરો સુધી પાણીનું કનેક્શન પહોંચ્યું. જળ જીવન મિશન હેઠળ ૩ વર્ષમાં લગભગ ૧૧ કરોડ પરિવાર પાઈપ દ્વારા જળ સાથે જાેડાયા.

તેમણે કહ્યું કે સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવી પરિસ્થિતિઓ મુજબ આગળ વધારવાનો ર્નિણય લીધો છે. જે સંવેદનશીલ અને ગરીબહિતૈષી સરકારની ઓળખ છે. સરકારે સદીઓથી વંચિત રહેલા ગરીબો, દલિત, પછાત, આદિવાસી સમાજની ઈચ્છાઓ પૂરી કરી તેમને સપના દેખાડવાનું સાહસ કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતા દેશના ૧૧ કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ કરવા માટે દરેક પ્રકારે કોશિશો થઈ રહી છે.

તેમણે કહ્યું કે નોર્થ ઈસ્ટ અને આપણા સરહદી વિસ્તારો વિકાસની એક નવી ગતિનો અનુભવ કરી રહ્યા છે. નોર્થ ઈસ્ટ અને જમ્મુ કાશ્મીરમાં તો દુર્ગમ સ્થિતિઓની સાથે સાથે અશાંતિ અને આતંકવાદ પણ વિકાસ સામે ખુબ મોટો પડકાર હતો. સરકારે સ્થાયી શાંતિ માટે અનેક સફળ પગલાં ભર્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની સફળતા આપણે આજે જાેઈ રહ્યા છીએ. દેશમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધી છે તથા મહિલાઓનું સ્વાસ્થ્ય પણ પહેલા કરતા વધુ સારું થયું છે. એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં મહિલાઓ માટે કોઈ બંદિશ ન હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/