fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, ૪૬ લોકોના મોત, ૧૫૦ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં એક ખચાખચ ભરેલી મસ્જિદમાં સોમવારે બપોરે નમાજ દરમિયાન એક શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૪૬ લોકો માર્યા ગયા અને ૧૫૦ અન્ય ઘાયલ થયા. સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે, પોલીસ લાઇન્સ વિસ્તારની નજીક નમાજી ઝુહર (બપોર)ની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આગલી હરોળમાં બેઠેલા એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કરી પોતાને ઉડાવી દીધો હતો.

તેમના કહેવા પ્રમાણે, નમાજીઓમાં પોલીસ, સેના અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો પણ હતા. લેડી રીડિંગ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૪૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. જાે કે પેશાવર પોલીસે ૩૮ મૃતકોની યાદી જાહેર કરી છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. મૃતક તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર ઉમર ખાલિદના ભાઈએ દાવો કર્યો હતો કે આત્મઘાતી હુમલો ગત ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તેના ભાઈના મૃત્યુનો બદલો હતો. પ્રતિબંધિત સંગઠને ભૂતકાળમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને અનેક આત્મઘાતી હુમલા કર્યા છે.

તેને પાકિસ્તાન તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પેશાવર શહેરના પોલીસ અધિકારી મોહમ્મદ એજાઝનું કહેવું છે કે હજુ સુધી મૃતકોની ચોક્કસ સંખ્યા કહી શકાય તેમ નથી કારણ કે કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. સ્થિતિની ગંભીરતાને જાેતા પેશાવરના આરોગ્ય વિભાગે ઈમરજન્સી જાહેર કરી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આ આત્મઘાતી હુમલા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈસ્લામાબાદ પોલીસના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી એક ટિ્‌વટમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદના આઈજી ડૉ.અકબર નાસિર ખાને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે.

ટ્‌વીટમાં કહેવામાં આવ્યું છે કે કડક દેખરેખ માટે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડૉન સાથે વાત કરતા, બ્લાસ્ટમાંથી બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તે બપોરની નમાજ માટે મસ્જિદમાં ગયો હતો. અચાનક એક વિસ્ફોટ થયો અને તે કંઈ સમજે તે પહેલા જ જાેરદાર વિસ્ફોટને કારણે તે મસ્જિદ પાસે રોડ પર પડી ગયો.

તેણે કહ્યું, ‘હું એટલો જાેરથી પડ્યો કે મારા કાન બંધ થઈ ગયા અને હું બેહોશ થઈ ગયો.’ બીજા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે મસ્જિદની બાજુમાં આવેલી ઈમારતોની બારીઓ તૂટી ગઈ. ગત વર્ષે પણ પેશાવરમાં આવી જ મોટી ઘટના બની હતી. કોચા રિસાલદાર વિસ્તારમાં શિયા મસ્જિદની અંદર આત્મઘાતી વિસ્ફોટમાં ૬૩ લોકો માર્યા ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/