fbpx
રાષ્ટ્રીય

ફરી એકવાર નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા

લોકપ્રિય ગ્લોબલ લીડર્સની લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ઘણા મોટા નેતાઓને પાછળ છોડી ટોપ પર પહોંચ્યા છે. બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની, મોર્નિંગ કન્સલ્ટના સરવે પીએમ મોદી જાે બાઈડન, ઋષિ સુનક સહિત ૨૨ દેશના નેતાઓને પાછળ છોડી સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા છે. ઁસ્ મોદીએ ૭૮% રેટિંગ સાથે સરવેમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. સરવે અનુસાર, ઁસ્ મોદી ૭૮% રેટિંગ સાથે સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે જેમને ૬૮% રેટિંગ મળી છે.

લોકપ્રિયતા લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ૫૮% રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા લોકપ્રિયતાની યાદીમાં ૫૨% રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાને ૫૦% રેટિંગ મળી છે અને તેઓ પાંચમાં સ્થાને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો આ લિસ્ટમાં ૪૦% રેટિંગ સાથે છઠ્ઠા અને સાતમાં સ્થાને છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને આ લિસ્ટમાં ૩૦% રેટિંગ મળી છે અને તેઓ ૧૬મા સ્થાને છે. ૧૭મા સ્થાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો છે જેમને ૨૯ ટકા રેટિંગ મળી છે. મોર્નિંગ કન્સલ્ટન્ટે લિસ્ટમાં જે ૨૨ દેશના નેતાઓને સામેલ કર્યા છે, તે દેશ- ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ચેક રિપબ્લિક, ભારત, આયર્લેન્ડ, ઈટલી, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્‌ઝર્લૅન્ડ, ેંદ્ભ અને ેંજીછ છે.

આ લોકપ્રિયતા ડેટા દેશના પુખ્ત વયના લોકોના સાત દિવસના સર્વેક્ષણ પર આધારિત છે. મોર્નિંગ કન્સલ્ટ દરરોજ ૨૦,૦૦૦ વૈશ્વિક ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે વૈશ્વિક નેતા વિશેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેની સેમ્પલ સાઈઝ ૪૫,૦૦૦ છે. બીજી તરફ અન્ય દેશોની સેમ્પલ સાઈઝ ૫૦૦થી ૫૦૦૦ વચ્ચે હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/